મેરાન્યૂઝ, રાજકોટ: ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ પોતાની દીકરી નિધ્યાનાબા સાથે મા આશાપુરાના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. રવિન્દ્ર જાડેજા અને તેનો પરિવાર મા આશાપુરામાં અખૂટ શ્રદ્ધા ધરાવે છે.

દરવર્ષે નવરાત્રી આસપાસના સમયમાં રવિન્દ્ર અચુક મા અશાપુરાના દર્શને જાય છે. ત્યારે આજે પુત્રી નિધ્યાનાબા સાથે રવિન્દ્ર જાડેજા કચ્છ ખાતે આવેલા સુપ્રસિધ્ધ માતાના મઢ ખાતે પહોંચ્યો હતો અને પુત્રી સાથે મા આશાપુરાને શિશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ રવીન્દ્ર જાડેજા રાજકોટથી 'માતાના મઢ' સુધી ચાલીને ગયા હતા.