મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: ટીમ ઇન્ડિયાના ક્રિકેટર જસપ્રીત બુમરાહના દાદા સંતોકસિંગ ઉત્તમસિંગ બુમરાહનો મૃતદેહ આજે સવારે સાબરમતી નદીમાંથી મળી આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ટીમ ઇન્ડિયાના ક્રિકેટર જસપ્રીત બુમરાહના દાદા ગઇકાલે ગુમ થયા હોવાની ફરિયાદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં કરવામાં અવઈ હતી. જ્યાર બાદ આજે અમદાવાદમાં સાબરમતી નદીમાંથી અજાણ્યા શખ્સની લાશ મળી હોવાની પોલીસ અને ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેથી લાશ બહાર કાઢી ઓળખ કરવામાં આવતા આ મૃતદેહ ક્રિકેટર જસપ્રીત બુમરાહના દાદાનો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.    

અત્રે ઉલ્લેખનીય છે કે 84 વર્ષના દાદા સંતોકસિંગ ઉત્તમસિંગ બુમરાહ બે દિવસ પહેલા ઘર છોડીને જતા રહ્યા હતા. 5 ડિસેમ્બરે પૌત્ર જશપ્રિતનો જન્મ દિવસ હોવાથી તેને મળવા માટે દાદા સંતોખસિંહ 1 ડિસેમ્બરે ઉત્તરાખંડથી અમદાવાદ આવ્યા હતા પરંતુ જસપ્રીતને મળી શક્યા ન હતાં.