મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર આશીષ નેહરાની પત્ની હોસ્પિટલમાં દાખલ છે. મંગળવારે 26 જુને તેની પત્નીએ સોશ્યલ મીડિયા પર તેને સંલગ્ન એક ફોટો શેર કર્યો હતો. રુશ્મા નેહરાએ સંકેત આપ્યા કે પહેલા કરતાં તેની સ્થિતિ સારી છે. તેણે કહ્યું કે જિંદગી જેવી દેખાય છે, તેવી હોતી નથી.

રુશ્માએ ઈંસ્ટાગ્રામ પર જે ફોટો પોસ્ટ કરી, તેમાં તે હોસ્પિટલની લોબીમાં ટેકો લઈને જતી નજરે પડે છે. તેણે કેપ્શનમાં લખ્યું કે, સાચી દિશામાં લેવાયેલા નાના પગલા. જીંદગી હંમેશા તેવી હોતી નથી, જેવી આપણને ઈંસ્ટાગ્રામ પર દેખાય છે. હું ફક્ત સંઘર્ષની સાચ્ચી ઘડીને દર્શાવવા માગું છું.

રુશ્માના આ ફોટો પર ફોલોઅર્સ અને નેહરાના ફેન્સએ તેને જલ્દી જ ઠીક થવાની પ્રાર્થના કરી. લોકો બોલ્યા કે આશા છે કે બધું ઠીક થઈ જશે. આપ જલ્દી જ સારા થઈ જશો. હાલ તમારું ધ્યાન રાખજો. એક યૂઝરે કહ્યું કે આ પણ તેવી જ રીતે સારા થઈ જશો જે રીતે નેહરાજી સિંહની જેમ મેચ વાપસી કરતા હોય છે.

આપને જણાવી દઈએ કે નેહરાના લગ્ન રેશ્મા ઓવલ સાથે થયા હતા. વર્ષ 2002માં ઈંગ્લેન્ડ પ્રવાસ પર આ પહેલી નજરમાં જ પ્રેમ કરી બેઠો હતો. બંને વચ્ચે ઓળખાણ થઈ હતી. 2002-2007 સુધી ડેટિંગ કર્યા બાદ લગ્નનો પ્રસાતાવ મુક્યો અને આજે આશીષ અને રુશ્માના બે બાળકો પણ છે. જેમાં દીકરી એરિયાના નેહરા અને દિકરો આરુષ નેહરા.

આ વર્ષે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએસ)માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી)ના બોલીંગના કોચ તરીકે હતો. તે  આ ઉપરાંત સ્ટાર સ્પોર્ટ્સના ક્રિકેટ સંબંધીત કાર્યક્રામોમાં કમેન્ટ્રી પણ કરે છે.

પૂર્વ ક્રિકેટર ઉપરાંત પત્ની રુશ્મા પણ ઈંસ્ટાગ્રામ તથા ટ્વીટ પર એક્ટીવ રહે છે. તેણે 18 જૂને ફોટો અને વીડિયો જાહેર કર્યો હતો. જેમાં દિકરો અને પૂર્વ ભારતીય બેટ્સમેન સચિન તેંડૂલકરનો દિકરો અર્જુન હતો. કેપ્શન આપ્યું હતું કે, લોર્ડ્સમાં જૂનિયર નેહરા અને જૂનિયર તેંડૂલકર