મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: ગુજરાતમાં ડાયરાનું અનેરું મહત્વ રહેલું છે. એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ડાયરાનું ખુબજ મહત્વ રહેલું છે. આજના સમયે હવે ડાયરામાં પૈસા ઉડાળવા એ એક સામાન્ય બાબત બની ગઇ છે. વાંકાનેર નજીક આવેલા સિંધાવદર ગામે વસોયા પરિવાર દ્વારા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. બે દિવસ પહેલા યોજાયેલ ડાયરામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ધોરાજી કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા પણ હાજર રહ્યાં હતા. ડાયરાનો આનંદ માણી રહેલા ધારાસભ્ય લલિત વસોયાએ કલાકાર ઉપર રૂપિયાનો વરસાદ કર્યો હતો અને પૈસા ઉડાવ્યા હતા. જેનો વીડિયો પણ અહીં પ્રસ્તુત છે.