મેરાન્યૂઝ નેટવર્ક.વલસાડઃ ભાજપની ગૌરવ યાત્રામાં જોડાવા ગુજરાત પ્રવાસે આવેલા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વલસાડથી યાત્રાની શરૂઆત કરી હતી. યોગીએ આ કાર્યક્રમ દરમયાન કોંગ્રેસ પર ચાબખા માર્યા હતા અને રાહુલ ગાંધી પર ટીપ્પણીઓ પણ કરી હતી. તેમણે કોંગ્રેસ પર એવો આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસે દેશ અને સરદાર પટેલ બંને સાથે અન્યાય કર્યો છે.

ગુજરાત પ્રવાસ ખેડી યોગી આદિત્યનાથ ચૂંટણી અગાઉ ભાજપના સ્ટાર પ્રચારક સાબિત થઈ રહ્યા છે. યોગી વલસાડ આવ્યા ત્યાં તેમણે રાહુલ ગાંધી સામે વાકબાણ ચલાવતા કહ્યું કે, ભાજપ સરકાર બની તે કોંગ્રેસ અને રાહુલને પચ્યું નથી. મોદી સરકારમાં ભ્રષ્ટાચાર, બ્લેક મની, કાળા બજારિયા વગેરે સામે આકરા પગલા લેવાય છે તે વાતથી કોંગ્રેસને પેટમાં ચૂંક આવે છે. એક પણ યોગ્ય કારણ ન હોવા છતાં રાહુલ ગાંધી કેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આક્ષેપો કરી રહ્યા છે, બસ એટલે જ કે વડાપ્રધાન સ્વચ્છ છબી ધરાવે છે...

યોગીએ વધુમાં કહ્યું કે, ગુજરાત હાલ દરેક ક્ષેત્રોમાં અગ્રેસર છે. અન્ય રાજ્યો પણ ગુજરાતને અનુસરી રહ્યા છે. ગુજરાત ઉદ્યોગ, ધંધા અને રોજગારીમાં પણ અગ્રેસર છે. ગુજરાતની દરેક દિશાઓમાં પ્રગતિ થઈ છે. જે પ્રગતિ અમુક વ્યક્તિઓથી જોવાતી નથી. કોંગ્રેસે દેશ અને સરદાર પટેલ બંને સાથે અન્યાય કર્યો હતો. ગુજરાતમાં નર્મદાના નીરથી સોનું પાકી રહ્યું છે. જે બધું ખોટા પ્રચાર કરનારાઓથી જોઈ શકાતું નથી. તેમણે એવી પણ વાત કહી કે, રાહુલ ગાંધી જ્યાં પણ ચૂંટણી પ્રચાર માટે જાય છે ત્યાં કોંગ્રેસ હારે છે. તેમણે કહ્યું કે, સમજો જ્યાં પણ રાહુલ ગાંધી પ્રચાર કરવા ગયા... ત્યાં કોંગ્રેસની હાર પાક્કી