મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ દિલ્હીમાં સ્વયં ચૂંટણી લડવાની કોંગ્રેસની જાહેરાતથી મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે કોંગ્રેસે અહંકારી પાર્ટી કહેતા દાવો કર્યો છે કે ચૂંટણીમાં તેઓના ઉમેદવારોની ડિપોઝિટ પણ જમા થઈ જશે.

મુસ્તફાબાદમાં આજે એક જનસભાને અરવિંદ કેજરીવાલ સંબોધિત કરી રહ્યા હતા. તે દરમિયાન તેમણે દાવો કર્યો કે તેમની પાર્ટીએ કોંગ્રેસને ગઠબંધન કરવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેઓ સમજી ન શક્યા. તેઓએ દાવો કર્યો કે કોંગ્રેસ લોકસભા ચૂંટણીમાં દિલ્હીની પોતાની ડિપોઝિટ પણ ગુમાવી દેશે.

દિલ્હી કોંગ્રેસની અધ્યક્ષ શીલા દીક્ષિતે હાલમાં જ એલાન કર્યું હતું કે, તેમની પાર્ટીએ એકમતથી લોકસભા ચૂંટણી માટે આપ (આમ આદમી પાર્ટી) સાથે ગઠબંધન નહીં કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારબાદ કેજરીવાલે દાવો કર્યો કે, લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝિટ પણ જપ્ત થઈ જશે. કેજરીવાલે લોકોને એ ધ્યાન રાખવા માટે કહ્યું કે, તેમનો વોટ કોંગ્રેસ અને આપની વચ્ચે ન વહેંચાય. તેઓએ કહ્યું કે, દિલ્હીમાં AAPને જ વોટ આપો કારણ કે માત્ર અમે જ લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવી શકીએ છીએ.