મેરાન્યૂઝ નેટવર્ક,પેઈચિંગ: એક તરફ પાડોશી પાકિસ્તાન તેના આતંકવાદી કૃત્યોથી ભારતને ઘેરે છે તો બીજી તરફ સીમાઓના મુદ્દે ચીન ભારત સાથે વારંવાર કોઈને કોઈ રીતે ઘુસણખોરી કરીને વિવાદો ચાલુ ને ચાલુ જ રાખે છે. જ્યાં ભારત-ચીન ડોક્લામ વિવાદ શાંતિ અને વાતચીત સાથે ઉકેલાવવો જોઈએ તેની જગ્યાએ રોજ કોઈ ને કોઈ મુદ્દે ચીન નવી મુશ્કેલીઓ સર્જી રહ્યું છે.

ગત વર્ષે ૧૬ જૂનનાં રોજ બન્ને દેશો વચ્ચે શરૂ થયેલો ડોક્લામ વિવાદ વધુ ને વધુ વકરતો જાય છે. ભારત-ચીનની સેનાઓ ૧૦૦ મીટર સુધી એકમેકની સામે આવી ગઈ હતી. ૨૮ ઓગસ્ટના રોજ ૭૩ દિવસ પછી નરેન્દ્ર મોદીએ ચીનના પ્રવાસ પૂર્વે જ આ વિવાદ ઉકેલાયો હતો.

- પ્રાપ્ત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગૌતમ બમ્બવાલેએ હાલમાં જ ચીનના સરકારી મીડિયા ગ્લોબલ ટાઈમ્સને ઈન્ટરવ્યું આપવામાં આવ્યો હતો. બ્મ્બવાલાએ કહ્યું હતું કે, ૩૪૪૮ કિમીની ભારત-ચીન સરહદ પર સંવેદનશીલ જગ્યાઓ પર જેમની તેમ પરિસ્થિતિ જાળવી રાખવી જોઈએ.

- તેના પર ચીને વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુવા ચુન્યિંગે કહ્યું હતું કે, બન્નેવ દેશોની વચ્ચે જે ખેંચતાણ  અને તનાવ છે તે યોગ્ય લવાદથી ઉકેલવો જોઈએ. તેના માટે યોગ્ય વાતાવરણ ઉભું થવું જોઈએ. ભારતના એમ્બેસેડર આ વિશે શું કહે છે તે અમને ખબર છે.

ડોક્લામની સેટેલાઈટટ ઈમેજ પર ચુનીયંગે કહ્યું હતું કે, જે ડોક્લામ પર ભૂતાન તેનો અધિકાર બતાવે છે, તે ખરેખર અમારો વિસ્તાર છે. અમે ત્યાં નિર્માણનું કામ કરી રહ્યા છે. ડોક્લામની સ્થિતિ પર ચીન હજી પણ પહેલા જેવું જ વર્તન કરી રહ્યું છે. ડોક્લામ સાથે સીમા સાથે જોડાયેલા વિસ્તારોમાં હંમેશા ચીનની જ સત્તા રહી છે. પ્રસાર માધ્યમોમાં ડોક્લામ મુદ્દે કોઈ ને કોઈ ચર્ચાઓ ચાલતી જ રહે છે. આ વાતની વધુ ચિંતા રહેતી હોય છે. ૧૮૯૦માં ચીન-યુકેની વચ્ચે સંધિનો હવાલો આપતા ચુનયીન્ગે કહ્યું હતું કે, ‘ઐતિહાસિક સંધીને જોતા ભારત-ચીન સીમા પર સિક્કિમ સેક્ટરને અલગ કરી દીધું છે. અમે એજ વાત ને અનુમોદન આપીએ છીએ.