મેરાન્યૂઝ નેટવર્ક,પેઈચિંગ: આપણે બુલેટ ટ્રેનના સપના જોઈએ છીએ અને ત્યાં ચીન એક પછી એક પ્રગતિના સોપાનો સર કરતુ જ જાય છે. તાજેતરમાં જ ચીને ૬૦૦ કી.મી. પ્રતિ કલાકની ગતિએ દોડનારી મેગ્નેટિક લેવિટેશન ટ્રેન બનાવવાની તકનીકી યોજનાને મંજુરી આપી દીધી છે. આ બાબતની જાણકારી યોજના શરુ કરનારી સરકારી કંપની CRRC કિંગ દાઓ સીફાંગ કંપની લીમીટેડે આ જાણકારી આપી છે.  

અધિકૃત માહિતી મુજબ ૧૯ શિક્ષાવિદો અને વિશેષજ્ઞની ટીમ દ્વારા આ યોજનાની સમીક્ષા કરવામાં આવી અને ૨૫ મી જાન્યુઆરીના રોજ તેને સર્વસંમતિથી મંજૂરી આપવામાં આવી છે. આ પરિયોજના વર્ષ ૨૦૧૬માં વિજ્ઞાન અને પ્રોદ્યોગિક મંત્રાલય તરફથી સ્થાપિત ૧૮ રાષ્ટ્રીય મહત્વપૂર્ણ અનુસંધાન અને વિકાસ પરિયોજનાઓમાંથી એક છે. અત્યાધુનિક પરિવહન યોજનાના ભાગરૂપે ઉચ્ચ ગતિની ચુંબકીય લેવીટેશન રેલ સેવાએ ખૂબ મોટા પાયે લોકોનું ધ્યાનાકર્ષિત કર્યું છે.

એક વાત નોંધવા જેવી છે કે જાપાને પરીક્ષણ દરમ્યાન ૬૦૩ કિમી/કલાકની ગતિએ ચુંબકીય લેવીટેશન રેલ ચલાવી હતી. જર્મનીમાં બનેલી રેલ ૫૦૫ કિમી/કલાકની ગતિએ દોડી શકે છે. ચીનના શાંઘાઈમાં ચાલનારી ચુંબકીય લેવ રેલની પરિચાલન ગતિ ૪૩૦ કિમી/કલાક છે. તેમાં જર્મન તકનીકનો ઉપયોગ થયો છે. ચીન પહેલા જ ઉચ્ચ ગતિવાળી ટ્રેનો માટે ૨૫૦૦૦ કિમી રેલ નેટવર્ક નિર્માણ કરી ચુક્યું છે. જેના પર આશરે ૩૫૦ કિમી/કલાકની ગતિએ યાત્રીઓ સફર કરી શકશે.