રાજીવ ખન્ના: ગાંધીનગર અમદાવાદ નજીકના છત્રાલમાં એક ઘટના એવી બની છે કે જે ઘણાને ચોંકાવી દે તેવી છે. ફરજાન સૈયદ નામના 32 વર્ષના યુવાન પર કહેવાતા હિંદુત્વનો ઠેકો લેનારા ગુંડાઓએ હુમલો કર્યો હતો. આ હુમલા બાદ તેનું કરૂણ મોત થયું છે. યુવાનની આધેડ વયની માતા રોશનબીવી સૈયદ પર પણ હુમલો કરાવામાં આવ્યો હતો. જેની ત્રણ આંગળી કાપી નાંખવામાં આવી છે. જે હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

છત્રાલ એ નાનું શહેર છે અને ત્યાં ઉદ્યોગો છે. છત્રાલ છેલ્લા ચાર મહિનાથી એક એવું સ્થળ બની રહ્યું છે કે જેની ગંભીર નોંધ લેવામાં આવી રહી છે. ગુજરાતને હિન્દુત્વની લેબોરેટરી કહેવાય છે. તેમાં છત્રાલમાં જે કંઈ થઈ રહ્યું છે તે હિન્દુત્વની લેબોરેટરીનો એક ભાગ જણાય છે. અહીં કોમી તનાવ સતત જીવંત રખાય છે. જે રમખાણોનો બદલાતો ચહેરો છે.

એવું લાગી રહ્યું છે કે, હિન્દુત્વના જૂથો હવે ગ્રામ્ય વિસ્તારોમાં અને ખાસ કરીને ઉત્તર ગુજરાતને લક્ષ્ય બનાવી રહ્યાં છે. જેથી અહીં સામાજિક માળખું ધ્વંસ કરી શકાય. આ એવો વિસ્તાર છે કે જ્યાં હિન્દુ અને મુસ્લિમ બન્ને સાથે મળીને રહે છે, પણ ગ્રામીણ ગુજરાતમાં ગઈ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મત સાવ ઓછા મળ્યા હતા. તેથી ભાજપને ઓછી બેઠકો મળી હતી.

છત્રાલમાં ભાજપનું રાજકીય પ્રભુત્વ બહુ નથી. તેથી અહીં ગઈ વિધાનસભાની ડિસેમ્બરમાં યોજાયેલી ચૂંટણીમાં હિન્દુને પોતાની તરફે ખેંચવા માટે ધ્રુવિકરણ કરવામાં આવ્યું હતું. અહીં અગાઉ પણ અનેક વખત આ રીતે કોમી છમકલાં સતત થતાં રહ્યાં છે. સૂત્ર કહે છે કે, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકરોએ 1992માં અયોધ્યામાં બાબરી મસ્જીદના ધ્વંસ માટે સ્વાભિમાન યાત્રા કાઢી હતી. જે નાના શહેરોમાં નિકળી હતી અને ભારતમે જો રહના હૈ તો વવંદેમાતરમ્ કેહના હોગા, એવું ગીત સતત વગાડવામાં આવતું હતું.

એક મહિના બાદ અહીં ત્રિશુલ અને તલવારો વહેંચવામાં આવી હતી. 7 જાન્યુઆરીએ વિશ્વ હિંદુ પરિષદના નેતા પ્રવિણ તોગડિયાએ આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેની તસવીરો સોશિયલ મીડિયામાં વ્યાપક પણે ફેલાવવામાં આવી હતી. (ગુજરાતના એક નેતા પાસે આવા 100થી વધું વોટ્સએપ જૂથ છે.)

સૂત્ર કહે છે કે, 20 જાન્યુઆરીએ હિન્દુત્વ કાર્યકર્તા અંકિત નારણીયા કે તે પણ દલિત છે અને એક મુસ્લિમ યુવક અકરમ સૈયદ વચ્ચે જપાજપી થઈ હતી. “આ એક દલિત-મુસ્લિમ અથડામણનો રંગ આપાવાનો આયોજનબધ્ધ પ્રયાસ હતો. જે અંગે ગુનો નોંધવામાં આવ્યો અને બન્નેની ધરપકડ કરવામાં આવી હતી દલિત યુવાનની પાછળથી ધરપકડ થઈ હતી. આ બતાવે છે કે, દલિત અને મુસ્લિમ સમીકરણ રચીને અથડામણને કેવો રંગ આપવામાં આવ્યો હતો.” અલ્પસંખ્યક અધિકાર મંચના સામાજિક કાર્યકર અને વકીલ સમસાદ પઠાણ કહે છે.

21 જાન્યુઆરીએ દરગાહના દરવાજો અને બારણું તોડી નાંખવામાં આવ્યું. 23 જાન્યુઆરીએ પોલીસ અને વહીવટી સત્તાવાળાઓને 300 લોકો દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. 26 જાન્યુઆરીએ એક બિરાહી મુસ્લિમ કે જે અહીં ઈંડા અને ખાવાનું સાથે રોડ પર વેચતો હતો તેને હિન્દુત્વના સંગઠને ધમકી આપી હતી. શિવરાત્રીએ ક્યુસબા વિસ્તારમાં યોજાતા મેળામાં એક મુસ્લિમ યુવાન બલુન વેચતો હતો તેને ધમકી આપવામાં આવી હતી. થોડા દિવસ પછી રામ મંદિરને નુકસાન કરવામાં આવ્યું અને તુરંત એવા સંદેશા આપવામાં આવ્યા કે, આ હુમલામાં મુસ્લિમ જવાબદાર છે, પરંતુ આવું કહેવા માટે કોઈ પુરાવા તો તેમની પાસે ન હતા.

એએસએએમ અને સ્થાનિક મુસ્લિમ સાથે મળીને આ ઘટનાની તપાસ કરવા માટે સતત માંગણી કરી રહ્યા છે. જેથી આ ઘટના પાછળ કોણ છે તેનું સાચું કારણ જાણી શકાય. સૂત્રો કહે છે કે, એક ટોળું મુસ્લિમ વિસ્તારમાં આવી પહોંચ્યું હતું, પરંતુ મુસ્લિમ લોકોએ ઘરની અંદર જ રહેવાનું પસંદ કર્યું હતું. ત્યાર બાદ પોલીસ પણ આવી અને પોલીસ સાથે અથડામણ થતાં 16 લોકોને બોલાવવામાં આવ્યા હતા અને જેમાં 9ની ઘરપકડ કરવામાં આવી હતી.

5 માર્ચના રોજ 52 વર્ષીય રોશનબીવી અને તેમના પુત્ર ફરઝાન કે જે તેમના પશુઓને ઘાસચારો ચરાવતાં હતા તેમના પર બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા હુમલો કરે છે.

હુમલાખોરોએ રોશનબાનુની આંગળીઓ અને અંગુઠો કાપી કાઢવામાં આવે છે. ફરઝાનનો હાથ કાપી કાઢવામાં આવે છે. તેનો પગ પણ તોડી નાંખવામં આવે છે. તેના માથામાં પણ ઈજા થાય છે. ફરઝાન ગયા સોમવારે અમદાવાદની વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં મૃત્યુ પામ્યો છે. તેની સાથે મુસ્લિમ સંગઠનોએ આ ઘટના અંગે જાહેરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.

તેના મોત બાદ પોલીસ તે લોકોની તુરંત ધરપકડ કરી શકતી હતી, કે જેના નામ ફરઝાને તેના મરણોત્તર નિવેદનમાં આપ્યા હતા. કેટલાક લોકોને ગોવાથી પકડવામાં આવ્યા છે. તેનો મતલબ એ થયો કે તેના સરનામાં ખબર હતા. માં અને પુત્ર પરના હુમલા પહેલા પોલીસ ગુનો નોંધી રહી હતી પણ ધરપકડ ઓછી થઈ હતી. તેમ સમસાદે કહ્યું હતું.

વિરોધ કરી રહેલાં લોકોએ પોલીસનું સતત ધ્યાન દોર્યું હતું કે, કોમી તનાવ ઊભો થઈ રહ્યો છે, પરંતુ સરાકરે કોઈ પગલાં લીધા નહીં. સરકારની પુરેપુરી બેદરકારીના કારણે ફરઝાનની હત્યા થઈ છે. કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સત્તાધીશો સદંતર નિષ્ફળ છે. સામાજિક કાર્યકર્તાઓએ તેના વળતરની માંગણી કરી છે.

પોલીસનો ભારે બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. પણ લોકો પોતાના બાળકોને પણ શાળામાં બોર્ડની પરીક્ષા માટે મોકલવા માટે ડરી રહ્યાં છે. સત્તાવાળાઓએ જણાવ્યું છે કે, પોલીસ અને જિલ્લા સત્તાવાળાઓની દેખરેખ રાખી રહી છે અને વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી લાવવા અને લઈ જવા માટે સ્થાનિક શિક્ષકોની મદદ લેવામાં આવી રહી છે.

 “હિન્દુત્વ જૂથોની બદલાતાં ચહેરાની કોમી વ્યૂહરચના શું છે ? પાછલા વર્ષે પાટણ જિલ્લાના વડવાળી ગામમાં મુસલમાનો પર થયેલો હુમલો થયો તે પણ ધ્યાનમાં રાખવા જેવો છે કે કઈ રીતે હિન્દુત્વનું મોડેલ બદલાઈ ગયું છે. તે સ્પષ્ટ પણે જોઈ પણ શકાય છે. ઘરો, દુકાનો અને મિલકતોને નાના પાયે નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. તિવ્ર પણે હુમલા કરવામાં આવી રહ્યાં છે. કોઈ કરફ્યું લાદવામાં આવતો નથી. બનાવની ભાગ્યે જ નોંધ લેવાય છે કે તેના અહેવાલો ઓછા આપવામાં આવે છે. ભાજપે ગ્રામ્ય વિસ્તારોમાં સારૂં કામ કર્યું નથી. ચૂંટણીઓમાં સારો દેખાવ ગ્રામ્ય વિસ્તારોમાં હવે થતો નથી. તેથી સાંપ્રદાયિક ધ્રુવિકરણ  કરવામાં આવી રહ્યું છે, જેથી મતો અંકે કરી શકાય. આ રાજકીય વિભાજન છે. આ એક ખૂબ જ ખતરનાક વલણ છે.”  તેવું શમસાદે કહ્યું હતું.

નિરીક્ષકો કહે છે કે, 2019ની લોકસભાની ચૂંટણી સુધી આવા સમૂહ દ્વારા પ્રયાસો થતાં રહે. તેનાથી તેઓ ગુજરાતમાં જે સાંપ્રદાયિક તનાવ ઊભો કરાયો છે તે સતત ચાલુ રહે. જેની સીધી અસર મતદાન સુધી રહે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની તંગી, બેરોજગારી, ખેતી વાડીની આફત જેના સળગતા મુદ્દાઓ તરફથી લોકોનું ધ્યાન બીજે દોરવાય તે માટે પણ આવું કરવામાં આવી રહ્યું છે, એવું તેઓ કહે છે.

ન્યૂઝ catchnews.com માંથી સહાભાર લેવાયો છે.