મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ જો તમારી પાસે પણ આ છ બેન્કોના ચેક છે તો સાવધાન થઈ જ જજો. કારણ આ ચેક હવે બેકાર થવાના છે. હવે તે 31 માર્ચ બાદ એટલે કે 1 એપ્રિલથી બેકાર થઈ જશે. દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)એ આ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં જલ્દીથી જલ્દી નવી ચેકબુક ઈશ્યૂ કરાવી લો. તમારી પાસે ફક્ત થોડા જ દિવસો બાકી છે, નહીં તો તમારા ઘણા ટ્રાન્ઝેક્શન્સ અટકી શકે છે.

એસોસિએટ બેન્કસ સ્ટેટ બેન્ક ઓફ બીકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેન્ક ઓફ હૈદરાબાદ, સ્ટેટ બેન્ક ઓફ મૈસૂર, સ્ટેટ બેન્ક ઓફ પટિયાલા, સ્ટેટ બેન્ક ઓફ ત્રાવણકોર અને એક ભારતીય મહિલા બેન્ક પણ સામેલ છે. આ 6 બેન્કોનું એસબીઆઈમાં મર્જર થઈ ચુક્યું છે. તેથી આ બેન્કોના ચેક પણ હવે 31 માર્ચ પછી સ્વીકાર કરવામાં નહીં આવે. હવે ફરી નવેસરથી બેન્ક ચેક ઈશ્યૂ કરશે તમે પણ જલ્દીથી જલ્દી બેન્કના નિર્દેનું પાલન કરી લો, કે જેથી આપને મુશ્કેલી ન ભોગવવી પડે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સ્ટેટ બેન્કના ઘણા નિર્ણયોને પગલે ગ્રાહકોને ભોગવવાનો વારો આવ્યો છે.