મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: કોંગ્રેસના નેતા શશી થરુરની પત્ની સુનંદા પુષ્કરના મોત મામલે દિલ્હી પોલીસે સોમવારે ચાર્જશીટ દાખલ કરી. દિલ્હી પોલીસે પટિયાલા હાઉસ કોર્ટમાં સેક્શન 306 અને 498 (A) હેઠળ ચાર્જશીટ દાખલ કરી. દિલ્હી પોલીસે સેક્શન 307 હેઠળ શશી થરુર પર સુનંદાને આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો આક્ષેપ લગાવો છે. આ સિવાય ઘરેલુ હિંસા અને પત્ની સાથે ક્રૂરતાની કલમ 498 (A) નો પણ ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શશી થરુરે આ ચાર્જશીટને ખોટી ગણાવતા તેના વિરૂદ્ધ કાયદેસરની લડાઇ લડવાની વાત કહી છે. કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું છે કે આ મામલે કોંગ્રેસ શશી થરુરની સાથે છે.

શશી થરુરે બે ટ્વિટ કરી આ મામલે પોતાનો પક્ષ રજૂ કર્યો છે. થરુરે લખ્યુ છે કે મારા પર મારા પર આત્મહત્યાની દુષ્પ્રેરણાનો આરોપ તો જવા દો પણ સુનંદા આત્મહત્યા કરી શકે તે પણ માન્યામાં નથી આવતું. ચાર વર્ષ બાદ આ કેસમાં દિલ્હી પોલીસની તપાસમાં આ પરિણામ સુધી પહોંચવુ મને શંકા ઉપજાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે 17 જાન્યુઆરી 2014ના રોજ ચાણાક્યપુરી સ્થિત ફાઇવ સ્ટાર હોટલ લીલા પેલેસના સ્યુઇટ નંબર 345માં શંકાસ્પદ પરિસ્થિતિમાં મોત થયું હતું.