મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર જમ્મુ કશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસનને લોકોના દિલ જીતવાનો સોનેરી અવસર માની રહી છે. ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેના પર ફોકસ કરી રહ્યા છે અને તેમના હાલના જ પ્રવાસને આ સાથે જ જોડીને જોવાઈ રહ્યો છે. એક રણનીતિ છે રોજગારના અવસરો પેદા કરવા માટે વિકાસ પરિયોજનાઓને મજબૂત કરવી અને કૌભાંડોમાં શામેલ સ્થાનીક રાજનૈતિજ્ઞોને ખુલ્લા પાડી દેવા અને ઉખાડી ફેંકવા.

સ્થાનીક અધિકારીઓમાં પુરા રાજ્યમાં પરિવર્તનની તડપ જોવા મળી રહી છે, એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું, લોકો બદલાવ માગી રહ્યા છે અને સારું શાસન ઈચ્છે છે, જે ગત એક વર્ષમાં અમારું ફોકસ રહ્યું છે. એવી જ એક પહેલ બેક ટુ વિલેજ અભિયાનમાં કરાઈ રહી છે. આ અભિયાન અંતર્ગત રાજપત્રિત અધિકારીઓએ રાજ્યના તમામ 4483 પંચાયતોમાં બે દિવસ અને એક રાત વિતાવ્યા છે.

ઠાર કરાયેલ આતંકવાદી બુરહાન વાનીના પૈતૃક ગામ ત્રાલ વિસ્તારના ડડસરામાં જાકિર મૂસાના પિતા બેક ટૂ વિલેજ અભિયાનમાં શામેલ થનારાઓ પૈકીના એક હતા. થોડા જ મહિના પહેલા તે અકલ્પનીય હતું. બુરહાન વાનીના પછી મૂસા આતંક ફેલાવી રહ્યો હતો, તેને એક એન્કાઉન્ટરમાં ઠાર કરાયો હતો.

આતંકવાદની ઝપેટમાં દક્ષિણ કશ્મીરમાં જનાર અધિકારીઓને ભારે સુરક્ષા આપવામાં આવી હતી. બેક ટુ વિલેજ આયોજન સફળ થયું. આ આયોજનને શાંતિની પહેલ અને ચરમપંથિઓને રાજ્યથી બહાર કરવાના પ્રયાસ અંતર્ગત જોવાયો છે.

રાજ્ય સરકાર રોજગાર પેદા કરવા માટે ઘણી મહેનત કરી રહી છે, કારણ કે બેરોજગારી પ્રમુખ કારણ છે જે યુવાનોમાં વિદ્રોહ પેદા કરે છે. રાજ્યએ ઓક્ટોબરમાં ઈન્વેસ્ટમેન્ટ શિખર સંમેલનની યોજના કરી છે. એક અધિકારીએ કહ્યું કે રાજ્ય સંભવિત ઈન્વેસ્ટર્સની આશંકાઓને દૂર કરશે અને અમે આશા રાખીએ છીએ કે તેમાં ઘણા રાજ્યના વિકાસનું યોગદાન આપશે.

રાજ્યના અધિકારીઓએ કહ્યું કે રાજ્યની સૌથી મોટી ઉપલબ્ધીઓમાંથી એક શહેરી સ્થાનિક અને પંચાયતોની ચૂંટણીમાં લોકોની મોટી ભાગીદારી હતી. આ ચૂંટણીઓં 74 ટકાથી વધુ મતદાન થયું છે. આ પણ ત્યાંરે જ્યારે ક્ષેત્રીય દળો, હુર્રિયત દ્વારા બહિષ્કાર અને આતંકવાદી સંગઠનો દ્વારા લોકોને જીવથી મારી નાખવાની ધમકી અપાઈ હતી.

ચતુર્મુખી વિકાસ સુનિશ્ચિત કરવા માટે પ્રયત્નો ચાલુ છે, પરંતુ વરિષ્ઠ અધિકારીઓએ સ્વીકાર કર્યું કે તેમની સામે પડકારો ઘણા હતા. એક અધિકારીએ કહ્યું કે દશ્કાઓથી અહીં શાસન વ્યવસ્થા ચીમળાઈ ગઈ છે, પરંતુ લોકો તેનાથી સંપુર્ણ રીતે અજાણ છે. પાચંથી છ જિલ્લાઓનો પ્રવાદ કર્યા બાદ તેમની આંખો ખુલી છે. આ એક અલગ અનુભવ હતો.