મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: ટિમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનો આજે જન્મદિવસ છે. 5 નવેમ્બર 1988 ના રોજ વિરાટ કોહલીનો જન્મ થયો હતો અને આજે તેઓએ 28 વર્ષ પૂર્ણ કરી 29 માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. વિરાટ કોહલીએ રાજકોટમાં સતત બીજા વર્ષે પોતાના જન્મ દિવસની ઉજવણી કરી છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલ બીજી ટી-20 મેચ પૂર્ણ કરી મેદાનથી પરત આવ્યા ત્યારે ટિમના ખેલાડીઓ સાથે કેક કટિંગ કરી જન્મ દિવસની ઉજવણી કરી હતી.

ટીમના અન્ય ખેલાડીઓએ કેક કટિંગ કરી બાદમાં વિરાટના ચહેરા પર કેક લગાવી ખુબજ મસ્તીપૂર્વક જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષ પણ તેઓ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમવા રાજકોટ આવ્યા હતા. અને ત્યારે પણ ટિમના અન્ય ખેલાડીઓ સાથે મળી પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. આજે ફરી સતત બીજા વર્ષે પણ તેઓએ પોતાનો જન્મદિવસ રાજકોટમાં ઉજવ્યો છે.