મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ મોડાસાના ટીંટોઈ ગામને તસ્કરો મામાનું મોસાળ સમજતા હોય તેવો ઘાટ સર્જાયો છે સતત ઉપરા-છાપરી લૂંટની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે ટીંટોઈ ગામ વસ્તીની દ્રષ્ટિએ તાલુકાનું સૌથી મોટું ગામ હોવાથી આઉટ પોલીસ સ્ટેશન આવેલું હોવા છતાં જાણે ખાખીનો ખોફ જ ના હોય તેવી રીતે બિન્દાસ્ત રાત્રીના સુમારે તસ્કરો ત્રાટકી લૂંટ ચલાવી રફુચક્કર થાય છે પોલીસતંત્રની નિષ્ક્રિય કામગીરીના પગલે ગ્રામજનોએ પોલીસ ફરિયાદ કરવાનું ટાળી રહ્યા છે ટીંટોઈ ગામમાં મકાનોમાં, દુકાનોમાં, મંદિરમાં ચોરી પછી ગામમાં લગાવેલી સોલાર લાઈટની ત્રણ બેટરીની પણ લૂંટ ચલાવતા ગ્રામજનો ભગવાન ભરોશે લાગી રહ્યા છે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

ટીંટોઈ ગામમાં નાઈટ પેટ્રોલિંગના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે ટીંટોઈ ગ્રામપંચાયત દ્વારા વીજબીલ બચાવવા લગાવેલી સોલાર લાઈટની બેટરી પણ તસ્કરોએ છોડી નથી ટીંટોઈ ગામમાં બાઈક પર આવેલા બે લૂંટારૂઓએ મેઈન બજાર,બસ સ્ટેન્ડ અને કેનાલ વિસ્તારમાં લગાવેલી ત્રણ સોલાર લાઈટની ૩ બેટરી અંદાજિત રૂ.૧૫૦૦૦/- ની લૂંટ ચલાવી આરામ થી ફરાર થઈ જતા પ્રજાજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે ટીંટોઈ ગામમાં અગાઉ પણ થયેલી ચોરીના સીસીટીવી કેમેરામાં ચોર કેદ થયા હતા તેમ છતાં પોલીસનો ચોર-લૂંટારુ ગેંગને પકડવામાં પનો ટૂંકો પડતા અને લૂંટની ઘટનાઓને અંજામ આપતા તસ્કરોને પકડવામાં નિષ્ફળ રહેતા ટીંટોઈ ગ્રામજનોએ પોલીસતંત્રે ચોરો સામે ઘૂંટણિયા ટેકવી દીધા હોય તેવો માહોલ જોવા મળતા ફરિયાદ કરવાનું પણ ટાળી રહ્યા હોવાનું ગામના જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું.