મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદના જમાલપુર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પોલીસનો કોઈ ભય ન હોય તેવો માહોલ ઉભો થયો છે. જમાલપુરમાં ગત રાત્રે છીપાવાડની એક હોટલમાં કેટલાક અસામાજિક તત્વો ઘૂસી આવ્યા હતા. આક્ષેપ પ્રમાણે તેઓ નશામાં હતા અને તેમણે હોટલ માલિકને છરી બતાવી ધમકાવ્યા હતા. આ ઘટનાની ફરિયાદ પણ નોંધવામાં આવી છે. ઘટનાનો સીસીટીવી ફૂટેજ ધરાવતો વીડિયો હાલ વાયરલ થવા લાગ્યો છે.

વિગત એવી મળી રહી છે કે જમાલપુરના છીપવાડમાં ઈકબાલ હોટલ નામની ચાની હોટલ છે. જ્યાં રાત્રી દરમિયાન લોકો ઘણા આવતા હોય છે. જ્યાં હોટલના માલિકને છરી બતાવી કેટલાક શખ્સો ધમકાવતા હોય તેવું સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે. આ દરમિયાન હોટલના કાઉન્ટર પર શખ્શો છરીઓ સાથે ધસી આવે છે અને આક્રમક ભાષામાં વાત કરે છે. આ મામલે હોટલ માલિકે ગાયકવાડ હવેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે તેમની ફરિયાદ આધારે વધુ કાર્યવાહી હાથ ધરી છે. જુઓ સીસીટીવી...

Advertisement