મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્લી:  સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI ) એ તેના સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાનું લાંચ કૌભાંડની FIRમાં નંબર ૧ પર નામ, આ અઠવાડિયાની શરૂઆતમાં દાખલ થયલી એફઆઈઆરમાં આરોપી તરીકે રાકેશ અસ્થાનાનું નામ  જોડવામાં  આવ્યું છે. સીબીઆઈના  હોદ્દાઓમાં રાકેશ અસ્થાના નંબર ૨ પોઝીશન ધરાવે  છે, આ  એફઆઈઆરમાં ભારતના બાહ્ય ગુપ્તચર  એજન્સી (RAW) ના સ્પેશિયલ ડિરેક્ટર સમંત કુમાર ગોયલનું પણ નામ આપ્યું છે, પરંતુ તેમને આરોપી તરીકે નહીં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

મંગળવારે સીબીઆઈએ એક એફઆઈઆર દાખલ કરી હતી જેમાં  અસ્થાનાની આગેવાની હેઠળની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા મોઈન કુરેશીના  ૫.૭૫ કરોડના એક વેપારી પાસેથી લીધેલા ભ્રષ્ટાચારના કેસમાં તપાસ કરતાં હતા અને  તેના  વેપારી પાસેથી લાંચની માગણી અને લાંચ લેવા બદલ અસ્થાનું નામ આરોપી નંબર ૧ તરીકે રાખવામાં આવ્યું છે. જેમાં કુરૈશીનો ભ્રષ્ટાચારના કેસજેમાં  અસ્થાની આગેવાનીવાળી  સીબીઆઈની SIT ટીમ દ્વારા  તપાસ કરવામાં આવી હતી તેમાં હૈદરાબાદના ઉદ્યોગપતિ સના સતીષની ફરિયાદ પર દુબઇ સ્થિત મધ્યસ્થી  મનોજ પ્રસાદની ધરપકડ બાદ સીબીઆઈએ અસ્થાના વિરુદ્ધમાં કાર્યવાહી કરી હતી.

 ફેબ્રુઆરી ૨૦૧૪ માં ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા  કુરૈશીને ત્યાં રેડ કરવામાં આવી હતી અને ભૂતપૂર્વ સીબીઆઈ ડિરેક્ટર એ પી સિંહ સાથેની તેમની બ્લેકબેરી મેસેન્જર (બીબીએમ) ની વાતચીતના કારણે તેમણે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) ના સભ્ય તરીકે  રાજીનામું  આપી દીધું હતું.

ગુજરાત કેડરના IPS અધિકારી રાકેશ અસ્થાના  આજથી એક વર્ષ  પહેલા જ  CBIના સ્પેશિયલ ડિરેક્ટર તરીકે નીમાયા હતા. તેઓ સુરત શહેરમાં સૌથી વધુ સમય માટે પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવનારા  પોલીસ કમિશનર હતા જેઓને ગયા વર્ષે પ્રમોશનની નિમણુંક સાથે CBI સ્પેશ્યલ ડીરેક્ટર બનાવવામાં આવ્યા હતા.

રાકેશ અસ્થાના ૧૯૮૪ બેચના IPS અધિકારી છે અને તેઓ અગસ્તા વેસ્ટલેન્ડ ડીલ, લાલુપ્રસાદ યાદવના ઘાસચારા કૌભાંડ,  વિજય માલ્યા લોન ડિફોલ્ટ જેવા કેસોની તપાસ તેમના હાથમાં છે.  

કેંદ્રમાંથી પ્રતિનિયુક્તિ  પછી ગુજરાત પરત આવ્યા બાદ, સાબરમતી  ટ્રેન હત્યા કાંડની તપાસ  તેમને સોંપવામાં આવી હતી ત્યારબાદ તેમને વડોદરા શહેર પોલીસ કમિશનર તરીકેનું મલાઈદાર પોસ્ટીંગ આપવામાં આવ્યું હતું અને પછી તેમણે સુરતના પોલીસ કમિશનરબનાવવામાં આવ્યા હતા.