મેરાન્યૂઝ નેટવર્ક. લખનઉઃ ઉન્નાવ ગેંગરેપ કેસમાં સીબીઆઈએ પીડીતા દ્વારા લગાવાયેલા તે આરોપોની પૃષ્ટી કરી છે. જેમાં તેમણે કહ્યું હતું કે ગત વર્ષે 4 જુને ભાજપાના ધારાસભ્ય કુલદીપ સિંહએ દુષ્કર્મ કર્યું હતું, જ્યારે તે દરમિયાન મહિલા સહયોગી શશિ સિંહ રૂમની બહાર પહેરો આપી રહી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પીડીત છોકરી જ્યાં બાંગરમઉના ધારાસભ્ય સેંગરનું નામ લેતી હતી ત્યાં સ્થાનિક પોલીસે 20 જુને ફાઈલ કરેલી એફઆઈઆરમાં ધારાસભ્ય અને અન્ય આરોપીઓના નામ જ શામેલ કર્યા ન હતા.

સીબીઆઈએ સીઆરપીસીની કલમ 164 અંતર્ગત કોર્ટ સામે પીડીતાનું નિવેદન ફાઈલ કરાવ્યું જેમાં તે પતાના આરોપોથી પાછળ ન હટી. સીબીઆઈના એક અધિકારીએ કેસ સંબંધીત માહિતી આપતા કહ્યું કે, પોલીસે છોકરીની મેડિકલ તપાસમાં પણ મોડું કરી દીધું. તેમણે કહ્યું કે આ તમામ બાબતો જાણીજોઈને આરોપીઓની મિલિભગતથી થઈ છે.

ઉલ્લેખનીય છે કે, શશિ સિંહ અને અન્ય આરોપીઓને સીબીઆઈએ આ વર્ષે 13-14 એપ્રિલએ જ ઝડપી લીધા હતા. સીબીઆઈની પુછપરછ થઈ હતી. સાથે જ ધારાસભ્ય સાથે પોલીસની સાંઠગાઠની પણ જાણકારી મેળવવાના પ્રયત્નો કર્યા હતા. ગત દિવસોમાં કેસએ રાજનૈતિક રૂપ લીધું હતું જે પછી ચોતરફ આલોચના વચ્ચે યોગી સરકારે આ મામલાની તપાસની જવાબદારી સીબીઆઈને સોંપી દીધી હતી.

સીબીઆઈને અપાયેલા પીડીતાના નિવેદન અને સ્વતંત્ર તપાસના આધાર પર એજન્સીના એક સૂત્રએ જાણકારી આપી કે શશિ દ્વારા નોકરીની લાલચ આપી ધારાસભ્યના ઘરે છોકરીને લઈ જવાઈ હતી. જે પછી ધારાસભ્યએ 4 જુને તે છોકરી સાથે દુષ્કર્મ કર્યું હતું. 4 અને 10 જુન વચ્ચે છોકરી કાંઈ બોલી નહીં કારણ કે તેને ધમકી આપવામાં આવી હતી. 11 જુને તેનું ત્રણ લોકો શુભમ સિંહ, અવધ નારાયણ અને બ્રિજેશ યાદવે અપહરણ કરી લીધું. 11થી 19 જુન સુધી છોકરી મોટાભાગે એસયૂવીમાં ફરતી રહી અને તેની સાથે ચાલતી કારમાં સતત ત્રણેયએ દુષ્કર્મ કર્યું.

જ્યારે છોકરી 20 જુને મળી, ત્યારે સ્થાનીક પોલીસ સ્ટેશને કેટલાક અધિકારી એફઆઈઆર ફાઈલ કરવામાં અચકાતા નજરે પડ્યા હતા. આખરે જ્યારે ફરિયાદ લેવાઈ ત્યારે તેમણે તેમાં સેંગર, શશિ સિંહ અને કેટલાક અન્યોના નામ શામેલ કર્યા નહીં. ગત વર્ષે ઓગસ્ટમાં પોલીસ દ્વારા ફાઈલ કરાયેલી ચાર્જશિટમાં ફક્ત તે ત્રણ લોકોના જ નામ હતા જેમાં શુભમ શશિનો દિકરો હતો અને અવધ તથા બ્રિજેશનું નામ ફાઈલ કરાયું હતું.