મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ દેશમાં મોદી કેરના નામથી પ્રચલીત થઈ ગયેલી આયુષ્યમાન યોજનામાં રોજ કોઈને કોઈ નવી બાબતો સામે આવી રહી છે. હવે સામે આવ્યું છે કે પ્રદેશ સરકારના કેબિનેટ મંત્રી સતિષ મહાના પણ આયુષ્યમાન યોજનાના લાભાર્થીઓ પૈકીના એક છે.

યોજના અંતર્ગત રીતસર તેનો આઈડી નંબર (0933002777003701500069) એલૉટ થયો છે. તે પહેલા પણ તે યોજનામાં ઘણા એવા લોકોના નામ મળી આવ્યા છે જે શહેરના ધનાઢ્ય લોકોમાં શામેલ છે.

કેબિનેટ મંત્રી મહાનાને જેવી આ બાબતની ખબર પડી કે તેમનું નામ આયુષ્યમાન યોજનામાં શામેલ છે તો તેમણે તુરંત તેના સામે એક્શન લીધી. મંત્રીએ કાનપુરના જિલ્લા અધિકારી વિજય વિશ્વાસ પંતને ચિઠ્ઠી લખીને અનુરોધ કર્યો કે તે અને તેમનો પરિવાર આ યોજનાની શ્રેણીમાં આવતા નથી.

તેથી આ યોજનાથી તેમનું અને તેમના પરિવારના લોકોનું નામ તુરંત હટાવી દેવામાં આવે. મહાનાના પત્રમા એવું પણ લખ્યું છે કે એવી પણ જાણકારી મળી રહી છે કે જે લોકોએ તેમનું નામ આ યોજનાની યાદીમાં ઉમેર્યું છે, તે કોણ છે. એવા લોકો સામે તેમણે કાર્યવાહી કરવાનું કહ્યું છે.

પત્રની એક કોપી મુખ્ય ચિકિત્સાધિકારી ડૉ. અશોક શુક્લાને પણ મોકલી આપી છે. આયુષ્યમાન યોજના એવા લોકોને સ્વાસ્થ્યની સુવિધાઓ પુરી પાડે છે જેમની આર્થિક સ્થિતિ સારી નથી અને નબળી છે.

એવા લોકોને યોજના અનુસાર કાર્ડ આપવામા આવે છે, જેમાં ઘણા સરકારી અને ખાનગી હોસ્પિટલ્સના નામ હોય છે, જ્યાંથી તેમને વગર કોઈ નાણાં ભરે સારવાર પુરી પાડવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.