મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ  અમદાવાદ દિલ્હી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત એજન્સીના માધ્યમથી સૂચિત રૂટમાં આવતી જમીનોનું સંપાદન કરવા સાબરકાંઠામાં સર્વે કર્યા પછી અરવલ્લી જીલ્લાના ૧૯ જેટલા ગામ બુલેટ ટ્રેનના સુચિત માર્ગમાં આવતા હોવાથી છેલ્લા બે દિવસથી ડ્રોન અને હેલિકૉપ્ટર થી સર્વેની કામગીરી હાથધરવામાં આવતા ભિલોડા પંથકના ખેડૂતો બુલેટ ટ્રેન પસાર થતા જમીન અને મકાન ગુમાવવી પડે તેમ હોવાથી ચિંતીત બની બુલેટ ટ્રેન હાલ પસાર થતી ટ્રેન માર્ગ પર બુલેટ ટ્રેનના રૂટનું નિર્માણ કરવામાં આવેની માંગ સાથે ભિલોડાના ધારાસભ્ય ર્ડો.અનીલ જોષીયારાની આગેવાની હેઠળ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી. 

ભિલોડાના ધારાસભ્ય ર્ડો.અનીલ જોષીયારા અને બુલેટ ટ્રેન રૂટ પર આવતા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે બુલેટ ટ્રેન પસાર થવાથી ખેડૂતો જમીન અને મકાન વિહોણા બનશે અને ખેતી આધારિત જીવનનિર્વાહ ચલાવતા ખેડૂતોની હાલત કફોડી બનશે જો બુલેટ ટ્રેનનો રૂટ નહીં બદલાય તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. જીલ્લા કલેકટર કચેરીમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી બુલેટ ટ્રેન રૂટનો ઉગ્ર વિરોધ કર્યો હતો.  

Advertisement


 

 

 

 

 

અમદાવાદથી-દિલ્હી બુલેટ ટ્રેન દોડાવશ

આ પ્રોજેક્ટ પાછળ હાલમાં 1 લાખ કરોડનો ખર્ચ થનાર હોવાનો અંદાજ મૂકાયો છે. બુલેટ ટ્રેનનો પ્રસ્તાવિત ટ્રેક ઉત્તર ગુજરાતનો પ્રથમ હાઈ સ્પીડ ટ્રેક બની રહેનાર છે. એનએચઆરસીએલ દ્વારા વર્ષ 2051 સુધીનું વિઝન નક્કી કરાયું છે તેમાં વર્ષ 2021 થી 2031 દરમિયાન અમદાવાદ - હિંમતનગર - ઉદેપુર - જયપુર - દિલ્હી રૂટ પર બૂલેટ ટ્રેન દોડાવવાનું આયોજન કરાયું છે. પ્રોજેક્ટ પાછળ 1.08 લાખ કરોડ જેટલો ખર્ચ થનાર છે.

બુલેટ ટ્રેન ક્યાંથી પસાર થશે વાંચો 

પ્રાપ્ત માહિતી અનુસાર, મજરાથી અનોડીયા સાદોલીયા થઈ પીપલોદી, બોરીયા ખુરાંદ, જેઠીપુરા, કાંકણોલ, હડીયોલ, બેરણા જેવા સૂચિત રૂટમાં આવતા ગામોમાં જમીન સંપાદન અર્થે એજન્સીના માધ્યમથી ખેડૂતો અગ્રણીઓના અભિપ્રાય મેળવવાની કામગીરી શરૂ કરી છે. સૂચિત રૂટમાં આવતા હિંમતનગરના ત્રણ ગામના ખેડૂતોનો અભિપ્રાય મેળવવા કવાયત હાથ ધરાઇ છે. પીપલોદીના 109, બોરીયા - ખૂરાંદના 161 અને બેરણાના 27 મળી કુલ 297 ખેડૂતોનો એજન્સી દ્વારા અભિપ્રાય લેવાની કવાયત હાથ ધરાઇ છે.બુલેટ ટ્રેન માટે જમીનથી 10 મીટર ઊંચે 17 મીટરની પહોળાઇ ધરાવતો અલગ ટ્રેક બનાવાશે સ્ટેશન જમીન પર બનશે. ટ્રેનમાં બેસવા ઉપર જવુ પડશે. 300 કિમી હાઇસ્પીડ હોવાને કારણે ટ્રેક અલોયદો અને પશુ વગેરેની પહોંચથી દૂર હોવો જરૂરી હોવાનું રેલ સૂત્રોએ જણાવ્યું છે.