મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: કર્ણાટકની ચૂંટણીમાં યેદીયુરપ્પા બહુમતી સાબિત ન કરી શક્યા અને માત્ર બે દિવસમાં જ ભાજપની સરકારે રાજીનામુ આપી દેવુ પડ્યું. પરંતુ જેમ એક સિક્કાની બે બાજુ હોય છે તેમ યેદીયુરપ્પાના રાજીનામાની બીજી બાજુ કર્ણાટકમાં નરેન્દ્ર મોદીની પ્રગતિ પણ છુપાયેલી છે.

જો ભાજપે જેડીએસ સાથે મળીને સરકાર બનાવી લીધી હોત તો વર્ષ 2019માં યોજાનાર લોકસભા ચૂંટણીમાં આ ગઠબંધનને બંને પાર્ટીઓના લોકસભા ચૂંટણી પહેલાના ગઠબંધનનાં રૂપમાં જોવામા આવત, જે મોદી ઇચ્છતા ન હતા. કર્ણાટક વિધાનસભાની કાર્યવાહી પણ લાઇવ કરવામાં આવી જેથી ભાજપ સરકાર કેટલી પારદર્શક છે તે લોકો સુધી પહોંચી શકે. ભાજપ હાઇકમાન્ડ જાણતુ હતું કે યેદીયુરપ્પા બહુમતી સાબિત નહીં કરે શકે તેથી જ યેદિયુરપ્પાએ ધારાસભ્યોના મતદાન પહેલા જ રાજીનામુ આપી દીધુ અને આ પહેલા વિધાનસભામાં ભાવુક ભાષણ પણ આપ્યુ. જેથી ભાજપ પરાજયથી પણ બચી ગયુ અને તેની સાથે લોક લાગણીમાં મેળવી.  ભાજપે ધાર્યું હોત તો તેઓ જેડીએસ સાથે ગઠબંધન કરી શક્યા હોત પરંતુ આ ગઠબંધન માટે ભાજપ કુમારસ્વામીને મુખ્યમંત્રી પદ આપવા તૈયાર ન હતું. જો કે કદાચ ભાજપ કુમારસ્વામીને ડેપ્યુટી સીએમનું પદ ઓફર કરી શક્યુ હોત, પણ જેડીએસને મુખ્યમંત્રી પદ જોઈતુ હતું.

હવે કુમારસ્વામી આગામી બે દિવસમાં મુખ્યમંત્રી પદે શપથ લેવાના છે ત્યારે સોશિયલ મીડિયા પર એવી કોમેન્ટ થઇ રહી છે કે કોના ‘લગ્ન’ વધુ લાંબા ચાલશે? પ્રિંસ હેરી-મેગનનાં કે પછી કોંગ્રેસ-જેડીએસનાં? હવે બીજુ એ જોવુ રહ્યું કે આગામી લોકસભા ચૂંટણી કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન કરીને લડે છે કે પછી સ્વતંત્ર રીતે? અને તેના પરિણામ ભાજપ પર શું અસર કરે છે. એ પણ જોવાનું રહ્યું કે કોંગ્રેસ અને જેડીએસ કેવી રીતે એક સાથે આગળ વધે છે કારણે લોકસભા ચૂંટણીમાં આઠથી દસ મહિના જેટલો જ સમય બાકી રહ્યો છે ત્યારે આ ગઠબંધન ચૂંટણી સમયે ટકી રહે છે કે નહીં. સાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ એ તરફ ધ્યાન રાખવું પડશે કે કર્ણાટકમાં કોંગ્રેસના મત જેડીએસ તરફ ડાયવર્ટ ન થઇ જાય. આમ ભલે યેદીયુરપ્પા મુખ્યમંત્રી પદ હારી ગયા હોય પણ તેની બીજી બાજુ મોદી અને ભાજપને આડકતરો ફાયદો થવાની શક્યતા છે.

આ આર્ટિકલ પત્રકાર શિવમ વીઝ દ્વારા theprint માં લખાયેલ છે જેમાંથી સાભાર લેવામાં આવ્યો છે.  આ આર્ટિકલના મંતવ્યો શિવમ વીઝ ના અંગત મત છે.