મેરાન્યૂઝ નેટવર્ક.બોટાદ: દારૂના ગુન્હામાં સંડોવણી ખુલતા સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા PIની ધરપકડ કરવામાં આવી છે. ગત તારીખ 16 સપ્ટેમ્બરના રોજ LCB એ એક દારૂનાં અડ્ડા પર દરોડો પાડયો હતો. દરમિયાન એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની પૂછપરછમાં અન્ય એક આરોપી તેમજ  PI એમ.એલ.ઝાલાનું નામ ખુલ્યું હતું. જેને પગલે પોલીસે પીઆઈની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.