મેરાન્યૂઝ નેટવર્ક, મુંબઈ: ગઈકાલે શ્રીદેવી અને બોની કપુરનાં લગ્નને સમગ્ર 22 વર્ષ પૂર્ણ થવા નિમિતે દિવંગત અભિનેત્રી શ્રીદેવીનાં પતિ બોની કપુરે તેણીના ટ્વીટર એકાઉન્ટ પરથી આ લગ્નની છેલ્લી કેટલીક ક્ષણોનો વિડિયો શેર કર્યો હતો. આ સાથે જ બોની કપૂરે લખ્યું હતું કે, જાન ... મારી પત્ની, મારી સાથી, તારા પ્રેમની હૂંફ અને હાસ્ય હંમેશા મારી સાથે રહેશે. બોની કપુર શ્રીદેવીનાં મૃત્યુ બાદ પણ કેટલાક મહત્વનાં પ્રસંગોએ તેનાં ટ્વીટર એકાઉન્ટ દ્વારા સંદેશા મુકતા રહે છે.

શ્રીદેવી દુબઇમાં પોતાનાં ભત્રીજા મોહિત મારવાહના લગ્નમાં ભાગ લેવા માટે ગયા હતા. આ લગ્ન બાદ શ્રીદેવીએ થોડા દિવસો માટે ત્યાંની જ હોટલમાં રોકાવાનો નિર્ણય લીધો હતો અને હોટલની બાથટબમાં ડુબી જવાનાં કારણે તેમનું મોત નિપજ્યું હતું. શ્રીદેવીનાં અચાનક નિધનથી કપુર પરિવારથી માંડીને કપુર પરિવારથી સમગ્ર દેશ સ્તબ્ધ થઇ ગયો હતો. આ લગ્નમાં શ્રીદેવી પોતાનાં પતિ અને નાની પુત્રી ખુશી સાથે ગઇ હતી. જ્યારે મોટી પુત્રી જાહન્વી પોતાની પહેલી ફિલ્મનાં શુટિંગનાં કારણે આવી શકી નહોતી. 

પોતાની 22મી વર્ષગાંઠ અંતર્ગત બોની કપુરે ટ્વીટર પર શ્રીદેવી સાથે વિતાવેલી અંતિમ ક્ષણોનો વિડિયો શેર કર્યો હતો. આ લગ્નમાં સોનમ કપુર પોતાનાં પતિ (ત્યારે બોયફ્રેંડ) આનંદ આહુજા સાથે ગઇ હતી. આ વિડીયોમાં શ્રીદેવી આનંદ આહુજા સાથે પણ ગળે મળી રહ્યા હોવાનું જોઇ શકાય છે. તેમજ શ્રીદેવી પોતાનાં પરિવાર સાથે ખુબ જ ખુશ દેખાય છે. લગ્ન સમારંભમાં પણ તે સતત નાચતા જોવા મળે છે. શ્રીદેવી લગ્ન સમારંભ બાદ પોતાની પુત્રીઓ માટે શોપિંગ કરવા માટે હોટલમાં થોડા સમય માટે રોકાઇ ગઈ હતી. જો કે આ જ હોટલનાં રૂમમાં તેનું નિધન થયું હતું. અને તેણી ક્યારેય સ્વદેશ પરત ફરી શકી ન હતી.