મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ સોનમ કપુર, કરીના કપુર, સ્વરા ભાસ્કર અને શિખા તલ્સાનિસાની અપકમિંગ ફિલ્મ વીરે દી વેડિંગનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. કરીનાના ફેન્સ તેને આટલા લાંબા સમય બાદ બીગ સ્ક્રીન પર જોવા માટે ઘણા ઉત્સુક છે. હવે તેના ફેન્સની ઉત્સુકતાનો અંત આવ્યો છે. ફિલ્મના બે પોસ્ટર્સ રિલીઝ થઈ ચુક્યા હા. આ ફિલ્મ દોસ્તી અને લગ્ન અંગે છે. ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં સોનમ સહિત કરીના, સ્વરા પણ આવી હતી. કરીના કપુરએ બ્લેક ડ્રેસ પહેરી સહુને મોહીત કરી દીધા હતા જ્યારે તે તેના કરતા પણ વધુ ફિલ્મમાં આકર્ષક લાગી રહી છે તેવું ટ્રેલર જોતા નજરે પડે છે.

આ પ્રસંગે મીડિયાના સવાલોનો જવાબ આપતા કરીનાને જ્યારે પુછાયું કે લગ્નના નામ પર તેમના દિમાગમાં પહેલો શબ્દ શું આવે છે તો તેનો તુરંત જવાબ હતો સોનમ. ઉલ્લેખનીય છે કે ફિલ્મના પહેલા પોસ્ટરમાં કરીના અને સોનમ કપુરના ચહેરા દેખાતા નથી, પણ ચારો એક્ટ્રેસ હેવી લ્હેંગામાં લગ્નની તૈયારી કરતી નજરે પડી રહી હતી. ત્યાં જ બીજા પોસ્ટરમાં ચારેય નાઈટ શુટમાં મસ્તી કરતી નજરે આવી રહી છે. ફિલ્મના પોસ્ટરને જ ફેન્સએ ઘણું પસંદ કર્યું હતું. ફિલ્મ 1 જુને રૂપેરી પડદે રિલીઝ થશે. હાલ આ ટ્રેલરને પણ લોકોએ ઘણો ઉમદા પ્રતિસાદ આપ્યો છે.