મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ ગોંડલના રાજવી મહેલોનીગણના હવે દેશ અને દુનિયામાં થવા લાગી છે. તેમજ અનેક બોલિવૂડ ફિલ્મોના સાક્ષી પણ બન્યા છે. ત્યારે ફરી એક વખત ગોંડલના રજમહેલો અને પેલેસમાં વધુ એક બોલિવૂડ ફિલ્મ રોનું શૂટિંગ કરવામાં આવી રહ્યું છે. જેના માટે બૉલીવુડમાં બોડીબિલ્ડર તરીકે જાણીતા જ્હોન અબ્રાહમે રાજકોટ એરપોર્ટ પર ઉતરાણ કરી ફિલ્મની શૂટિંગ માટે ગોંડલ જવા રવાના થયો હતો.

ગોંડલના ઓરચાર્ડ પેલેસ, રિવર સાઈડ પેલેસ તેમજ દરબાર ગઢ પેલેસ બૉલીવુડ નિર્માતાઓના માનીતા બન્યા છે. આગામી આવનારી 'રૉ' ફિલ્મના શૂટિંગ માટે દિગગજ કલાકારોનો જમાવડો થતા શહેરીજનોમાં ઉત્સુકતા વધી છે. Raw ફિલ્મનું શૂટિંગ કરવા માટે ફિલ્મ દિગ્દર્શક રોબિ વાલિયાની ટીમ પણ શૂટિંગ માટે ગોંડલ આવી પહોંચી હતી. ત્યારે આજે વહેલી સવારે જ્હોન અબ્રાહમ પણ આવી પહોંચ્યો છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જ્હોન અબ્રાહમ, અનુપમ ખેરના પુત્ર સિકંદર ખેર તેમજ ટીવી સીરિયલ નાગિન ફેઈમ માહી રોય છે.