મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ મારધાડથી ભરપુર ફિલ્મ સત્યમેવ જયતેનું પહેલું પોસ્ટર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જોન અબ્રાહમ મનોજ બાજપાયી જેવા નામી કલાકારોની ભૂમિકા છે અને આ ફિલ્મ સ્વતંત્રતા દિવસ પર 15 ઓગસ્ટે રિલીઝ થશે. સ્વતંત્ર દિવસ આવવામાં હવે થોડા જ દિવસો બાકી છે. નવી ફિલ્મ પરમણુંની સફળતાની મજા લઈ રહેલા જોન અબ્રાહમએ ફિલ્મનું પહેલું પોસ્ટર જાહેર કર્યું હતું.

જે સાથે જ જોન પોતાના ટ્વીટર ઓકાઉન્ટ પર શેર કરે છે કે, સ્વતંત્ર દિવસ છે, ન્યાયની ગર્જના થશે... સત્યમેવ જયતે

ફિલ્મની પહેલી નજર પર જોન ખુબ જ કસાયેલા શરીરમાં દેખાય છે. જો તેની પાછલની આતિશ બાજી પર નજર કરવામાં આવે તો રાષ્ટ્ર ચિન્હનો આકાર નજરે પડે છે. જેમાં ચાર સિંહ અને અશોક ચક્ર બનેલું છે. આ ટેગલાઈન ‘બેઈમાન પિટેગા, કરપ્શન મિટેગા’ છે. જે સ્પષ્ટ કરે છે કે આ ફિલ્મ ભ્રષ્ટાચાર વિરુદ્ધની હશે. કહી શકો છો ખે આ સ્વતંત્રદા દિવસ માટે જ બની છે. સત્યમેવ જયતે 15 ઓગસ્ટે રિલીઝ થશે અને અક્ષય કુમારની ગોલ્ડ સાથે મુકાબલો થવાની સંભાવના છે.