મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ પાર્ટી ફંડ હાંસલ કરવાના મામલામાં ભાજપે રેકોર્ડ તોડી નાખ્યો છે તેટલો વધારો મેળવ્યો છે. નાણાકીય વર્ષ 2016-17માં 81 ટકાનો ગ્રોથ સાથે ભાજપે સૌથી વધુ 1034 કરોડ કમાયા છે. એટલું જ નહીં 7 રાષ્ટ્રીય દળોમાં તેની એકલાની કમાણી 6 પાર્ટીઓના કુલ ટોટલ કરતાં પણ બે ગણી છે. ભાજપ, કોંગ્રેસ બીએસપી, તૃણમુલ, સીપીએમ, સીપીઆઈ અને એનસીપી જેવા રાષ્ટ્રીય દળોને પાર્ટી ફંડ તરીકે કુલ ટોટલ 1,559 કરોડ રૂપિયા મળ્યા છે. જેમાં અંદાજીત બે તૃત્યાંસ હિસ્સા કરતાં પણ વધુ ફંડ ભાજપને મળ્યું છે. સામાન્ય રીતે કેન્દ્રની સત્તા પરના દળને સૌથી વધુ ફંડ મળે છે, પણ ભાજપને યુપીએના સમયની કોંગ્રેસ કરતાં પણ વધુ ફંડ મળ્યો છે.

ભાજપને 1034 કરોડ રૂપિયામાંથી 997 કરોડ સ્વૈચ્છિક દાનના રૂપે મળ્યા, જે તેની કુલ આવકના અંદાજીત 96 ટકા છે. તેમાં પણ 553 કરોડ રૂપિયા તેને તે લોકો તરફથી મળ્યા છે જેમને 20000 રૂપિયાથી વધુનો ફંડ આપ્યો છે.

ભાજપની કમાણીનો અંદાજ તેનાથી જ લગાવી શકાય છે કે જ્યાં કોંગ્રેસને કમાણી કરતાં વધુ ખર્ચ કરવો પડ્યો ત્યાં ભાજપે ફંડમાં થી જ રૂ. 324 કરોડ બચાવી પણ લીધા. તેમણે 2016-17માં 710 કરોડ રૂપિયા જ ખર્ચ કર્યા.

કોંગ્રેસની કમાણીમાં 2015-16ની તુલનામાં 14 ટકાની ઘટ્ટ આવી છે અને તેને 225.36 કરોડ રૂપિયાની આવક થઈ છે. કેન્દ્ર બાદ રાજ્યોથી પણ સતત બેદખલ થઈ રહેલી કોંગ્રેસને 2015-16માં 261 કરોડ મળ્યા હતા, જે 2017માં ઘટીને 225 કરોડ થઈ હતી. એસોસિએશન પોર ડેમોક્રેટિક રિફોર્મસ મુજબ કોંગ્રેસને 115.6 કરોડની કમાણી કૂપનથી થઈ છે. માર્ચ 2018ની ઓડિટ રિપોર્ટ મુજબ કોંગ્રેસએ પોતાની ઈનકમમાંથી 96 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરી દીધા છે.

આ ઘણું રસપ્રદ તથ્ય છે કે કોંગ્રેસે જ્યાં 225 કરોડ રૂપિયાનો ફંડ ભેગો કર્યો, ત્યાં તેનાથી અંદાજીત 100 કરોડ રૂપિયાથી વધુ 334 કરોડ રૂપિયા તો ભાજપે સેવીંગ કર્યા છે.

7 રાષ્ટ્રીય દળોમાંથી બીએસપી, ટીએમસી અને સીપીએમએ જ 30 ઓક્ટોબર 2017ની નક્કી ડેડલાઈન પર ઓડિટ રિપોર્ટ ફાઈલ કર્યો. કોંગ્રેસએ 138 દિવસ અને ભાજપને 99 દિવસ લેટ રિપોર્ટ દાખલ કર્યો. બીએસપીને રૂ.173.6 કરોડની કમાણી થઈ છે. રસપ્રદ છે કે કોઈ પણ ફંડ રૂ.20000થી વધુ મળ્યો નથી.

સીપીએમને આ વર્ષે 100.25 કરોડની કમાણી થઈ છે, જે ગત વર્ષે રૂપિયાની કમાણી થઈ છે, તો ગત વર્ષની સરખામણીમાં રૂ.7 કરોડ રૂપિયા ઓછા છે પણ, તે આ આંકડા સાથે પણ ચોથા સ્થાન પર રહી છે.

રૂ. 1559 કરોડ રૂપિયાની તમામ દળોને કમાણી થઈ જેમાંથી અંદાજીત 66 ટકા એટલે કે બે તૃત્યાંસ ફક્ત ભાજપને મળ્યા. બીએસપી અંગે રસપ્રદ વાત એ છે કે રૂ. 173 કરોડ જ મળ્યા, પણ તેણે ફક્ત 30 ટકા રકમ જ પોતાના કામકાજ પર ખર્ચ કરી અને 70 ટકા રકમ ભવિષ્ય માટે બચાવીને રાખી છે.