મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ ભાજપના 38મા સ્થાપના દિવસે ભાજપના પ્રમુખ અમિત શાહે મુંબઈમાં વિપક્ષ પર તીખા પ્રહાર કરી કાર્યકર્તાઓને 2019 માટે અત્યારથી જ ચૂંટણીના કાર્યમાં જોડાઈ જવાનું આહવાહન કર્યું હતું. શાહે પીએમ મોદીની લોકપ્રિયતાની તુલના પુર સાથે કરી જેમની આગળ બધા ઝાડ પર ચઢી ગયા હોવાનું કહ્યું હતું.

વિપક્ષના એક થઈ જવાના પ્રયાસો પર તીખો પ્રહાર કરતા કહ્યું કે, સમસ્થ વિપક્ષ એક સાથે આવવાની વાત કરે છે, જ્યારે પુર આવે છે ત્યારે તમામ વૃક્ષો ખતમ થઈ જાય છે અને એક વટવૃક્ષ બચી જાય છે. જેના પર નોળીયો, સાપ, બિલાડી, કુતરા બધા ચઢી જાય છે. આ રીતે મોદીના પુરમાં બધા સાથે આવી ગયા છે.

શાહએ કહ્યું કે વડાપ્રધાન મોદી દુનિયામાં સૌથી વધુ લોકપ્રિય નેતા છે, ભાજપના કાર્યાકર્તાઓને સંબોધતા શાહે હ્યું કે તમામ લોકો ઘર ઘર જાય અને ચૂંટણીની તૈયારી કરે. 11 કરોડ કાર્યકર્તાઓ સાથે દુનિયાની સૌથી મોટી પાર્ટી ભાજપ છે. સંસદમાં જવાબ આપવા કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદના આરોપના જવાબમાં શાહે કહ્યું કે, સંસદને અટકાવવા માટે ગુલામ નબી આઝાદ કહે છે કે સરકાર જવાબ આપવા નહીં માગતી, પણ કોંગ્રેસે હુલ્લડ કરીને સરકાર ચાલવા નથી દીધી. તે મંચ પર નક્કી કરી લે, અમે ક્યારેય ક્યાંય પણ વાત કરવા માટે તૈયાર છીએ.

જમ્મુ કશ્મીરના ઉડી સેક્ટરમાં સેનાની છાવણી પર થયેલા હુમલા બાદ સર્જિકલ સ્ટ્રાઈક પર કેન્દ્ર સરકારની સરાહના કરતા કહ્યું કે ભારત તે દેશ છે જેને આતંકી હુમલાનો બદલો લીધો, નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઈઝરાયેલ અને અમેરિકા પછી ભારત આતંકવાદથી બદલો લેનાર ત્રીજો દેશ બન્યો છે.

એસસી-એસસી એક્ટ અંતર્ગત રાહુલ ગાંધીના આરોપો પર શાહે કહ્યું કે, રાહુલ બાબા કહે છે કે મોદી સરકારે એસસી એસટી એક્ટને હટાવી દીધો, કોઈ એક્ટને હટાવાયો નથી. તે ખોટો પ્રચાર કરવામાં વ્યસ્ત છે. કહે છે કે મોદી સરકાર આરક્ષણ હટાવી દેશે. હું તેમને કહી દઉ કે આવું કાંઈ નથી થવા જઈ રહ્યું. અમે ક્યારેય આરક્ષણ હટાવવાના નથી. એટલું જ નહીં જો તમે એવું વિચારો છો તો પણ અમે તેવું થવા દઈશું નહીં.