નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાં પીડીપી-ભાજપની સરકારનું પતન વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે વ્યક્તિગત ફટકો છે. ગઠબંધન સરકારના કાર્યકાળ પછી મહેબૂબા મુફ્તીના પિતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી મુફ્તી મોહંમદ સૈયદનું  એક વર્ષ કરતાં પણ ઓછા સમયમાં નિધન પામ્યા બાદ તેમણે તેમની પાર્ટીએ સંઘ પરિવારની સંસ્થા સાથે ગઠબંધન કર્યું હતું.

કાશ્મીર કટોકટીનો ગંભીર અહેવાલ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આપવામાં આવ્યો છે.

રમજાનમાં પાક સહરદે યુદ્ધ વિરામ જાહેર થયો તે ગઠબંધનમાં તિરાડ હતી તે ફ્લેશ પોઈન્ટ સાબિત થયો છે. કેન્દ્રની મોદી સરકારે યુદ્ધવિરામ પરત ખેંચી લીધું અને આતંકવાદીઓ વિરોધ કરવા પર ઉતરી આવ્યા હતા. જેના કારણે મુફ્તી અને મોદીની સ્થિતી ખરાબ બની ગઈ હતી. તેથી આતંકવાદ સામે લડવાવનું નક્કી કરવું પડ્યું હતું.

એવા સંકેતો મળ્યા હતા કે મુફ્તી પોતે સંયુક્ત સરકારમાંથી નિકળી જવા યોજના તૈયાર કરી રહી હતી. તેની સરકારને બચાવવા માટે તેણે દિલ્હીની મુલાકાત પણ લીધી હતી. એવું લાગી રહ્યું છે કે, મિલિજૂલી સરકાર તૂટે તે પહેલાં ઓળીયો ઘોળીયો મુફતી સરકાર પર ઢોળવા માટે ભાજપ સરકારે અગાઉથી નક્કી કરી લીધું જ હતું. ભાજપ પ્રથમ વખત ત્યારે એવું વિચારતું થયું હતું કે તેણે ગઠબંધનમાંથી મુફ્તિ પહેલાં નિકળી જવું જોઈએ. ભારત સરકારે કાશ્મીર નામના બાળકનો સાથે છોડી દીધો કે જ્યારે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ કાશ્મીર ખીણ તરફ નજર ટાંપીને બેઠી હતી.

માનવ અધિકાર વિભાગના સંયુક્ત રાષ્ટ્રના હાઈ કમિશનર ઝીદ અલ રાઉદે તાજેતરમાં જાહેર કર્યું હતું કે, તેઓ “કાશ્મીરમાં માનવ અધિકારના ઉલંઘ્નના આક્ષેપો અંગે વ્યાપક રીતે સ્વતંત્ર તપાસ માંગે છે.” તેમણે આવા ઉલ્લંઘન પર સંયુક્ત રાષ્ટ્રના પ્રથમ સત્તાવાર રિપોર્ટ બહાર પાડ્યો.

હકીકત તો એ પણ છે કે 1990ના દાયકા દરમિયાન પણ, જ્યારે ખીણપ્રદેશમાં આતંકવાદ ટોચ પર હતો અને ભારત માનવ અધિકારોના ઉલ્લંઘન માટે આંતરરાષ્ટ્રીય ભારે દબાણ હેઠળ હતું, ત્યારે યુએન એજન્સીએ સત્તાવાર તપાસ માટે ક્યારેય બોલાવ્યા નથી.

મોદી સરકારે આંતરાષ્ટ્રીય દબાણમાં પોતાને આગળ મુકી દીધા છે

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અગાઉની સરકાર કરતાં કાશ્મીર માટે બહુ ઓછો રસ દાખવી રહ્યાં છે. જ્યારે ચીન પોતે આ અંગે વધારે ઉગ્રતાથી રસ લઈ રહ્યું છે. ચીનનો હસ્તક્ષેપ અમેરિકાના દબાણ કરતાં વધારે મુશ્કેલી ઊભી કરે છે. ચીન, ભારત અને પાકિસ્તાનની વચ્ચે ત્રિપક્ષીય વાટાઘાટો દિલ્હી, લુઓ ઝોહુઈ અથવા બેંજીંગ વચ્ચે વાતચીત ખાનગી રહે એવું તો ન જ ઈચ્છે.

જોકે, શાંધાઈ સહયોગ સંગઠન એક છત્રની જેમ ત્રણ દેશોની વચ્ચે આર્થિક સહયોગ વધારવા માટે સૂચન આપવામાં આવ્યા હતા. સ્પષ્ટ રીતે વ્યાપાર વાણિજ્યને ધ્યાનમાં લઈને કાશ્મિરમાં શાંતિ હોવી જોઈતી હતી. પાકિસ્તાન અને ભારત વચ્ચેના કાશ્મીર વિવાદ અંગેના આ વાતચિત માટે મહત્વના મધ્યસ્થિ તરીકે ચીનની મહત્વપૂર્ણ ભૂમિકા નક્કી થઈ શકતી હોવી જોઈતી હતી.

કાશ્મીરમાં ઊભી થઈ રહેલી મુશ્કેલીમાં કેટલાંક એવા લાલ ઝંડા ઊઠાવવામાં આવી રહ્યાં હતા. વિટંબણા એ છે કે શ્રીનગરમાં લોકશાહીથી ચૂંટાયેલી સરકારનો ટેકો પાછો ખેંચીને, મોદી સરકારે પોતાને આંતરરાષ્ટ્રીય દબાણની આગળની પંક્તિમાં ધકેલી દીધા છે. જેનો કાયમ ભાજપ વિરોધ કરતો આવ્યો છે.

મોદી માટે મુશ્કેલ સમય હવે આવી રહ્યો છે. રાષ્ટ્રપતિ શાસન હેઠળ ખીણમાં રાજ્યપાલને કામ કરવા દેવા માટે સ્વતંત્રતા આપીને જમ્મુ અને કાશ્મીરમાંથી આતંકવાદીઓને ખદેડવા માટે આગળ આવવું પડશે. આ દ્રષ્ટિકોણને સમજવો ઘણો મુશ્કેલ છે.

જુલમથી કામ કરવાની નીતિ કાશ્મીરમાં કામ નહીં કરે

ભારત પાસે અગાઉના અનુભવો છે કે જ્યારે જ્યારે સખ્તાયથી કામ લીધું છે. ત્યારે ત્યારે હિંસા ચક્રમાં સતત વધારો જ થયો છે. તેથી ક્યારેય કાશ્મીરનો વિકાસ થયો નથી. સુરક્ષા નિષ્ણાંતોએ ક્વીંટ સાથેની વાતચિતમાં કહ્યું હતું કે, કાશ્મીરમાં આજે જે લડાય છે તે ધાર્મિક યુદ્ધને બદલે ભારતીય રાજ્ય સામે રાજકીય યુદ્ધ છે. આ ઉપરાંત, અચકાતા એવું કહી શકાય કે, કાશ્મીરમાં યુવાનોનો સૌથી મોટો ટેકો મળી રહ્યો છે. જેઓ પત્થરબાજી કરી રહ્યાં છે.

જમ્મુ-કાશ્મીરમાં બે રાજકીય ચહેરાઓ મહેબુબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લાના માટે નવી રાજનીતિ માટે અને તાજેતરનો વિકાસ તેમના રાજકારણને મોટો ફટકો છે. એક વર્ષ કરતાં ઓછા સમયમાં, સામાન્ય ચૂંટણીઓ યોજવામાં આવશે. જેમ આજે પણ જે વસ્તુઓ ઊભી થાય છે તેમ,કાશ્મીર, બારમુલ્લા, શ્રીનગર અને અનંતનાગમાં ત્રણ બેઠકોમાં શાંતિપૂર્ણ મતદાન કરવું મુશ્કેલ લાગે છે.

સતત હિંસાના કારણે ભારત હજુ સુધી અનંતનાગમાં લોકસભા પેટા ચૂંટણી કરાવી શકાય નથી. મુફ્તીએ મુખ્યમંત્રી બનવા માટે રાજીનામું આપી દીધું પછી અનંતનાગ બેઠક ખાલી પડી છે. શ્રીનગરમાં એક પેટા-ચૂંટણી યોજવામાં આવી હતી, પરંતુ મતદાન 7 ટકા જેટલું હતું - ખીણમાં સૌથી ઓછું નોંધાયું હતું.

જો કાશ્મીરમાં લોકસભાની એક બેઠક માટે પેટા ચૂંટણી યોજવા માટે ભારત અસમર્થ હોય તો દુનિયા સમક્ષ આપણી એક દુખદ સ્થિતિ રજૂ થઇ રહી છે.    

(આ લેખ આરતી આર જેરાથ દ્વારા લખાયો છે કે જોએ દિલ્હી સ્થિત વરિષ્ઠ પત્રકાર છે. આ લેખમાં રજૂ કરાયેલ મંતવ્ય લેખિકાના અંગત મત છે. આ લેખ thequint માંથી સાભાર લેવામાં આવ્યો છે)