મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાનો ચૂંટણી ઢંઢેરો આજે જાહેર કરવામાં આવ્યો છે. આજે વડાપ્રધાન મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ સહિતના ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા. રાજનાથસિંહ દ્વારા આ મેનિફેસ્ટો જાહેર કરતાં કહેવાયું કે, 2014 બાદ નરેન્દ્ર મોદીના સાથે દેશે વિકાસ યાત્રા શરૂ કરી છે. અમે હવે ધીરે ધીરે દુનિયાની ટોપ 3 કન્ટ્રીમાં આવવા માગીએ છીએ આ છે અમારું પ્લાનીંગ.

તેમણે ઉમેર્યું કે, તેમના પર દેશની જનતાનો વિશ્વાસ વધ્યો છે. વિકાસનું ચેપ્ટર હવે ઝડપી વંચાઈ રહ્યું છે. આઝાદી પછી નવા ભારતનું અમારું વિઝન છે જે દેશને સમર્પિત કરાયું છે. જ્યારે ચૂંટણી થાય છે ત્યારે મેનીફેસ્ટો, ઢંઢેરો, ઘોષણાપત્ર વગેરે પર વાયદાઓ કરાય છે પરંતુ કદાચ તે વાયદાઓ ખાલી માનસીક રીતે પણ પુરા થયા હોત તો આપણો દેશ ઘણો તાકાતવર બની ગયો હતો. અમે 2014માં જાહેર કરાયેલા મેનિફેસ્ટોમાં પણ પુર્ણ કરવામાં સફળતા મેળવી છે.

મહત્વના મુદ્દા રજુ કરતાં કહ્યું કે, 0 ટોલરેન્સ પોલીસી આતંકવાદીઓ સામે હંમેશા રહેશે. ભારતમાં ઘૂષણ ખોરી રોકવા માટે બનતા પ્રયત્નો કરવામાં આવશે.

આ ઉપરાંત સંપુર્ણ બાબત આપ અહીં દર્શાવેલા વીડિયોમાં જાણી શકો છો કે ભાજપે આખરે દેશના લોકો માટે શું નક્કી કર્યું છે.