મેરાન્યૂઝ નેટવર્ક.અગરતલાઃ ત્રિપુરા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની અવિસ્વસનીય જીત બાદ રાજ્યમાં તોડફોડ અને મારપીટ બાદ હવે વામપંથી સ્મારકોને તોડવાના સમાચારો મળી રહ્યા છે. આરોપ છે કે ભાજપ સમર્થખો સાઉથ ત્રિપુરા ડિસ્ટ્રિક્ટના બેલોનિયા સબડિવિઝનમાં બુલ્ડોઝરની મદદથી રુસી ક્રાંતિના નાયક વ્લાદિમીર લેનિનની મૂર્તિને તોડી પાડી છે. સામ્યવાદી વિચારધારાના નાયક લેનિનની મૂર્તિ તોડ્યા બાદથી વામપંથી દળ અને તેમના કેડર નારાજ છે.

આપને જણાવી દીઈએ કે, ત્રિપુરા રાજ્યમાં બીજેપીની જીત બાદ રાજ્યના ઘણા વિસ્તારોમાં તોડફોડના સમાચારો મળી રહ્યા છે. 25 વર્ષથી સત્તામાં રહેલી સીપીઆઈ (એમ) દ્વારા આરોપ લગાવાઈ રહ્યો છે કે ભાજપ-આઈપીએફટી કાર્યકર્તા હિંસા પર ઉતારુ થઈ ચુક્યા છે. તે ફક્ત વામપંથી કાર્યાલયોમાં તોડફોડ કરી રહ્યા છે પણ કાર્યકર્તાઓના ઘરો પર પણ હુમલા કરી તેમને નિશાનો બનાવાઈ રહ્યા છે.

રુસી ક્રાંતિના નાયક વ્લાદિમીર લેનિનની મૂર્તિ તોડી પાડતી વખતે લોકોએ ભારત માતા કી જયના નારા લગાવતા પણ સંભળાયા હતા. એક ન્યૂઝ ચેનલ અનુસાર ત્રિપુરાના એસપી કમલ ચક્રવર્તિ (પોલીસ કંટ્રોલ)એ માહિતી આપતા કહ્યું કે, સોમવાર બપોરે 3.30 વાગ્યા આસપાસ ભાજપ સમર્થકોએ બુલ્ડોઝરની મદદથી ચાર રસ્તા પર લાગેલી લેનિનની મૂર્તિ પાડી દીધી છે. એસપીના કહ્યા મુજબ, ભાજપ સમર્થકોએ બુલડોઝર ડ્રાઈવરને દારૂ પિવડાવી આ ઘટનાને અંજામ આપ્યો હતો. હાલ પોલીસે ડ્રાઈવરને ઝડપી પાડ્યો છે અને બુલડોઝરને સીઝ કરી દીધું છે.

આ ઘટના પર સીપીઆઈ (એમ)એ કડી પ્રતિક્રિયા આપતા નારાજગી વ્યક્ત કરી છે. સાથે જ વામપંથી કેડરો અને ઓફિસ પર થયેલા હુમલાની લીસ્ટ જાહેર કરતા પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપ પર તેમના કાર્યકર્તાઓને ડરાવવા અને તેમના મનમાં ડર પૈદા કરવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ કહ્યું કે આ હિંસક ઘટનાઓ પ્રધાનમંત્રી દ્વારા ભાજપને લોકતાંત્રીક કહેવાના દાવાઓની મઝાક છે.

કોણ છે વ્લાદિમીર લેનિન

રુસી ક્રાંતિના નાયક વ્લાદિમીર લેનિને 1893થી તેમણે રુસના સામ્યવાદી વિચારધારાનો પ્રચાર શરૂ કર્યો હતો. તેના કારણથી ઘણી વાર જેલ મોકલી દેવાયા હતા અને નિર્વાસિત પણ કર્યા હતા. પ્રિલિટરિ અને ઈસ્ક્રાના સંપાદનથી વધુ 1898માં તેમને બોલ્શેવિક પાર્ટીની સ્થાપના થઈ હતી. 1905ની ક્રાંતીના તેમના પ્રયાસ અસફળ રહ્યા, પણ 1917માં તેમના રુસના પુનઃનિર્માણ યોજના બનાવી અને સફળ થયા. તેમને કરન્સીની સરકાર પલટી દીધી અને 7 નવેમ્બર 1917ને લેનિનની અધ્યક્ષતામાં સોવિયત સરકાર બની. લેનિનની કમ્યૂનિસ્ટ સિદ્ધાંત અને કાર્યનીતિ લેનિન વાદના નામથી જણાતી હતી. આજૈ વામપંથ વિચારધારા અને કાર્યશૈલીમાં તેમના સિદ્ધાંતોનું અહમ યોગદાન છે.