મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: યોગી આદિત્યનાથનાં નેતૃત્વવાળી ભાજપ સરકારમાં મોહસિન રઝા એકમાત્ર મુસ્લિમ મંત્રી છે, ગત મંગળવારે રઝાએ કહ્યું હતુ કે ભાજપ મુસ્લિમ વિરોધી પાર્ટી નથી કારણ કે વડાપ્રધાન મોદી દાઢી રાખે છે. સામાન્ય રીતે માન્યતા છે દાઢીને ઇસ્લામનું પ્રતિક માનવામાં આવે છે. રજા હાલ ઉત્તર પ્રદેશ સરકારમાં હજ અને વક્ફ વિભાગના રાજ્યમંત્રી છે.

મોહસિન રઝા લખનૌના અલી મિયાં મેમોરિયલ હજ હાઉસમાં હજ ટ્રેનિંગ અને રસીકરણ કેમ્પના ઉદ્ધાટન માટે પહોંચ્યા હતાં. મોહસિન રઝાએ કહ્યું હતું કે કેટલાક લોકો દ્વારા એવો માહોલ પેદા કરવામાં આવ્યો છે કે ભાજપ મુસ્લિમ વિરોધી પાર્ટી છે. પરંતુ જો ખરેખર એવુ સાચુ હોય તો અને ભાજપ મુસ્લિમ વિરોધી પક્ષ હોત તો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાઢી ન રાખતા. દાઢીને સામાન્ય રીતે પવિત્ર ઇસ્લામ અને મુસ્લિમ સમુદાયનું પ્રતિક માનવામાં આવે છે.

મંત્રી મોહસિન રઝાએ એક બોલીવુડ ફિલ્મનો ડાયલોગ બોલતા કહ્યું હતું કે, ઇસ્લામ મેં દાઢી હૈ, દાઢી મેં ઇસ્લામ નહી. હવે સમય આવી ગયો છે કે લઘુમતિ શબ્દને ચલણમાંથી બહાર કરી દેજોઈ કારણ કે ભારતમાં મુસ્લિમોની વસ્તી 20 કરોડ આસપાસ છે. બીજો ચર્ચાનો વિષય એ પણ છે કે આપણે પોતે લઘુમતિનો દરજ્જો છોડવો જોઈએ કે નહી. પરંતુ મારુ માનવુ છે કે આ શબ્દને આપણે જાતે જ ઉખાડી ફેંકવો જોઈએ.