મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ હાલમાં લોકસભા ચૂંટણીના કાર્યક્રમો જાહેર થઈ ચુક્યા છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ બાદ કોંગ્રેસે પોતાના કેટલાક ઉમેદવારોના લીસ્ટ જાહેર કર્યા હતા. જે પછી આજે ભાજપે પણ પોતાના ઉમેદવારોના નામો જાહેર કર્યા છે. ભાજપે પોતાની પ્રથમ યાદીમાં કુલ 184 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે જાહેર કરેલા નામોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જે વારાણસીથી લડશે જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કે જે ગુજરાતની ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડશે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા 21 વર્ષથી ગાંધીનગર બેઠક પરથી સાંસદ રહેલા એલ કે અડવાણીનું પત્તું આ વખતે કપાઈ ગયું છે. તેમના સ્થાને હવે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ચૂંટણી જંગ લડવાનો નિર્ણય કર્યો છે. જે અંગે અગાઉ પણ મેરાન્યૂઝ દ્વારા એક્સક્લૂઝિવ સમાચારનો અહેવાલ રજુ કરાયો હતો. અહીં પ્રથમ યાદીમાં જાહેર થનારા તમામનામોના લિસ્ટ ફોટોમાં જોવા મળશે.

કોંગ્રેસે જાહેર કરેલું લીસ્ટ જાણવા અહીં ક્લિક કરો- http://www.meranews.com/news/view/congress-releases-second-list-of-candidates-for-lok-sabha-el

મેરાન્યૂઝનું ફેસબુક પેજ લાઈક કરવા અહીં ક્લીક કરો - https://www.facebook.com/MeraNewsGuj/