મેરાન્યૂઝ નેટવર્ક,  અમદાવાદ: ૧૨ કરોડના બિટકોઇન લૂંટની તપાસ કરી રહેલી સીઆઇડીએ રૂપિયા 131 કરોડના બિટકોઇન લૂંટી લેવામાં આવ્યા હોવાની ફરિયાદ દાખલ કરી અગાઉના કેસના ફરિયાદી શૈલેષ ભટ્ટને જ આ કેસમાં આરોપી બનાવ્યો છે. નવી ફરિયાદમાં જેમની ધરપકડ થઈ છે તેવાં નિકુંજ ભટ્ટ અને દિલીપ કાનાણીને કોર્ટ સામે રજૂ કરવામાં આવ્યા ત્યારે સીઆઇડીએ ૧૯ મુદ્દાની તેઓ તપાસ કરવામાં આવે છે જણાવ્યું હતું.

સીઆઇડીએ રજૂ કરેલા 19 મુદ્દામાં પકડાયેલા નિકુંજ ભટ્ટ, દિલીપ કાનાણીને પિયુષ સાવલીયાને ક્યાં ફાર્મમાં લઈ ગયા હતા તેની તપાસ કરવા માંગે છે. દિલીપની  ઓડી કારમાં  અપહરણ થયું હતું તેના કારણે પોલીસ આ કાર પણ કબજે કરવા માંગે છે. જ્યારે ધવલ માવાણીનું  અપહરણ ફોર્ચ્યુન કારમાં થયું હતું, પોલીસને તે કારની પણ જરૂર છે. ધવલના  અપહરણ વખતે રિવોલ્વરનો પણ ઉપયોગ થયો હતો.  આ રિવોલ્વર કોની હતી અને  તેની તપાસ કરી રિવોલ્વર પણ કબજે કરવાની બાકી છે.

સીઆઇડીએ કોર્ટને કહ્યું કે  નિકુંજ અને દિલીપ પાસે બિટકોઇન પોતાના વોલેટ છે જે ધવલ  માવાણી પાસેથી લૂંટી લેવામાં આવ્યા હતા. આ બિટકોઇન માટે તેમની હાજરી જરૂરી છે ધવલ માવાણી પાસેથી  ૨૨૫૬  બિટકોઇન લઈ લેવામાં આવ્યા હતા. આ બિટકોઇનના કેવી રીતે ભાગલા પડ્યા અને કોની પાસે કેટલા  બિટકોઇન  ગયા તેની પૂછપરછ કરવાની છે. પિયુષ સાવલિયાના નિવેદન પ્રમાણે તેના અપહરણમાં કેટલાક અજાણ્યા માણસો પણ હતા. આ અજાણ્યા માણસો કોણ છે તેની જાણકારી નિકુંજ અને દિલીપ પાસેથી મેળવવાની બાકી છે.
 
આ કેસના આરોપીઓ ક્યાં છે એની જાણકારી મેળવવા  નિકુંજ અને દિલીપ જરૂરી છે. ધવલ પાસેથી 14 .50 કરોડ રોકડા પણ લૂંટી લેવામાં આવ્યા હતા આ  પૈસાના કેવી રીતે ભાગ પડ્યા? કેટલા મળ્યા ઘરમાં? પૈસા ક્યાં છે? જે પરત મેળવવા પણ આરોપીઓની પોલીસ કસ્ટડી જરૂરી છે. આ ઉપરાંત પિયુષ સાવલિયાને પૈસા આપી કરવામાં આવેલું અસલ સોગંદનામું હાલ આરોપીઓ પાસે છે જે કબજે કરવાનું છે. અત્રે ઉલ્લેખનીય છે કે  નિકુંજ અને દિલીપના બે દિવસના રિમાન્ડ આજ રોજ પૂરા થશે ત્યારે સીઆઈડી ફરી નવા મુદ્દાઓ સાથે વધુ રિમાન્ડની માંગણી કરે સંભાવના છે.