મેરાન્યૂઝ નેટવર્ક,નવીદિલ્હી: જેમ શેર બજારમાં તેની તેજી-મંદીની અસર જોવા મળે  છે અને તેના પરિણામોથી રોકાણકારો ક્યાંક કમાય છે તો ક્યાંક ગુમાવે છે.  એવી પરિસ્થિતિમાં વર્ચ્યુઅલ કરન્સીનો નવો ટ્રેન્ડ લઈને આવેલો બીટ કોઈન  તેની ઉચ્ચતમ સપાટીથી નીચે આવી ગયો હતો.

સળંગ ૬ અઠવાડીયાથી ક્રીપ્ટો કરન્સીમાં સતત ડાઉન ફોલ જોવા મળી રહ્યો છે. જેમાં માર્કેટ ઇનસાઇડરનાં અહેવાલ મુજબ બીટ કોઈનમાં ૧૨ % નો મોટો ઘટાડો જોવા મળ્યો હતો. હાલ બીટ કોઈનની કિંમત ૯૯૩૬ ડોલરથી પણ નીચે આવી ગઈ હતી.

જ્યારે ઇથેરીયમ ૧૬ % ઘટાડા સાથે ૮૮૪ ડોલર પર રહ્યો. તો રીપલ ૧૦% નીચે આવી ગયો હતો. જોકે, આટલું ઘટ્યા પછી પણ બીટ કોઈન તેની છેલ્લાં ૧૨ મહિના પહેલાની સ્થિતિ કરતાં ૧૧૦૦% સારો રહ્યો હતો. ગત મહીને બીટ કોઈન તેની સપાટીના ઉચ્ચ સ્તરે એટલેકે, ૧૯૮૦૦ ડોલર સુધી પહોચી ગયો હતો. બીટ કોઈન તેનાથી મોંઘો ક્યારેય નથી રહ્યો. પરંતુ આ ઉચાઇથી બીટ કોઈન ક્યારેય વધુ નવા ઉચ્ચ સ્તરના ક્રમાંકો સર નથી કરી શક્યો. જ્યારે હવે બીટ કોઈનમાં ઘટાડાની શરૂઆત થઇ છે ત્યારે વિશેષજ્ઞ્યો દ્વારા આ ક્રીપ્ટો કરન્સીને ‘જોખમી રમત’ તરીકે જોવાઈ રહી છે.

એક તરફ નોટબંધીની બૂમો તો બીજી તરફ આ ક્રીપ્ટો કરન્સી પાછળની લોકોની ઘેલછા ક્યાંક અર્થતંત્ર માટે લિક્વિડ કરન્સીના ચલણને નાબૂદ કરી ડીજીટલ કરન્સી તરફનું નવું મંડાણ છે એમ કહી રહી છે.