મેરાન્યૂઝ નેટવર્ક, ભાવનગર: મહુવા તાલુકાના પિંગલેશ્વર નજીકની  સિંહના હુમલાની ઘટના સામે આવી છે. જેમાં ગત મોડી રાત્રે 2 વાગ્યે માછીમારી કરી પરત ફરતા યુવક પર સિંહે હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. 37 વર્ષીય રામભાઈ ચુડાસમા નામના સરતાનપર ગામના આ યુવાનને સિંહે ફાડી ખાતા તેનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે.

ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો હતો અને સ્થાનિકો દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવી છે. જેને પગલે વનવિભાગનો કાફલો હાલ ઘટનાસ્થળે દોડી ગયો છે અને આ અંગે વધુ તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં જંગલી પ્રાણીઓના મનુષ્યો પર હુમલાની ઘટનાઓમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે.