મેરાન્યૂઝ નેટવર્ક, સુરતઃ અમદાવાદની 8 ધોરણ ભણેલી ભાવેશ્રી દાવડાએ ગૃહ વિભાગના અગ્ર સચિવ તેમજ એગ્રિકલ્ચર વિભાગના સેક્રેટરી સામે તપાસ કરવા માટેની એક અરજી ડાંગના એસપીને કરી હતી. આ અરજીની તપાસ આગળ ધપાવવાના બદલે ભાવેશ્રી દાવડા સહિત ત્રણ સામે ડાંગમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. ત્યારે આ સમગ્ર પ્રકરણ ભારે ચર્ચા સ્પદ બન્યું છે.

ડાંગ પોલીસની કામગીરી સામે શંકા ઉપજાવતો એક સનસનીખેજ પત્ર ભાવેશ્રી દાવડાએ ડાંગના ડીવાય.એસ.પી ને લખ્યો છે. જેમાં નોંધ્યું છે કે ભાવેશ્રીએ)તા. 1-5-18ના રોજ ડાંગના એસપીને એક પત્ર પાઠવી ગૃહ વિભાગના એડિશનલ ચિફ સેક્રેટરી મહાવીરસિંહ ડાગુર અને એગ્રિકલ્ચર વિભાગના સેક્રેટરી મોહંમદ શાહીદ સામે તપાસ કરવાની રજૂઆત કરી હતી. આ મુદ્દે ફરિયાદ નોંધી તપાસ કરવાના બદલે પોલીસે મને (ભાવેશ્રીને) નોટિસ મોકલી તે કાયદાની કઈ જોગવાઈ મુજબ મોકલી? તેનો ખુલાસો કરવા અને અત્યાર સુધી અરજીના કામે નિવેદન કેમ ન લીધું તેનો ખુલાસો કરવા જણાવ્યું છે.

ભાવેશ્રી દાવડાએ ડાંગના એસપીને તા. 1-5-18ના રોજ અરજી કરી ગૃહ અને એગ્રિકલ્ચર વિભાગના વરિષ્ઠ અધિકારી સામે ગુનો નોંધવાની વાત કરી છે. તે પત્રમાં શું આક્ષેપો કરવામાં આવ્યા છે? તે તો જાણવા મળ્યું નથી. પરંતુ આ અરજીની તપાસ આગળ ધપાવવાના બદલે ડાંગના ડીવાય.એસ.પી.એ એક નોટિસ ભાવેશ્રીને મોકલી હતી. આ નોટિસના જવાબમાં ભાવેશ્રીએ તા. 18--5-18ના રોજ જે જવાબ આપ્યો તેમાં જણાવ્યું છે કે મને આ નોટિસ કઈ સેક્સનના અધારે અથવા તો કાદાની કઈ જોગવાઈના આધારે આપવામાં આવી છે? તેની વિગતો સાત દિવસમાં પૂરી પાડવા તેમજ તા. 1-5-18ના રોજ અરજી કરી છે. તેના સંદર્ભમાં આજ દિવસ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. તો આ અંગેની જાણકારી પણ પૂરી પાડવાનું જણાવ્યું છે.

આ જવાબમાં છેલ્લા પેરેગ્રાફમાં એવું નોંધ્યું છે કે ડાગુર અને મોહંમદ શાહીદ સરકારના ઉચ્ચ અધિકારીઓ હોવાથી મને ખોટા કેસમાં ફસાવી દેશે તોવો ડર રહેલો છે. જીવનનું જોખમ પણ છે.

ભાવેશ્રી દાવડા સહિત ત્રણ સામે ડાંગમાં ફરિયાદ નોંધાયા બાદ સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયો છે. જેમાં ડાંગના કલેક્ટર ડો. બી.કે. કુમારની પુત્રી અવની અને અંકિત મહેતાએ ભાગીદારીમાં એક કંપની સ્થાપી હોવાના ડોક્યુમેન્ટ છે.

સોશિયલ મીડિયામાં અન્ય એકડોક્યુમેન્ટ પણ વાયરલ થયો છે. જેમાં અવની અને અંકિતનું સંયુક્ત બેન્ક એકાઉન્ટ હોવાની વિગતો દર્શાવાઈ છે. આ વિગતો મુજબ યુનાઇટેડ બેંક ઓફ ઓફ ઇન્ડિયાની નવસારી બ્રાંચમાં કાતું ખોલાવ્યું હોવાનું દર્શાવાયું છે. જેમાં અવનીની જન્મ તારીક તા. 11-9-1987 અને અંકિતની જન્મ તારીખ 21-9-1981 દર્શાવવામાં આવી છે.

હાલમાં ભાવેશ્રી પોલીસના રિમાન્ડ તળે છે. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. પુરાવા એકત્ર કરી રહી છે. જેમાં એવું સ્પષ્ટ થયું છે કે કંપનીમાં રજિસ્ટ્રેશનના નામે ખેડૂતો પાસેથી રૂ. 100થી શરૂ કરી રૂ. 200 લેવામાં આવ્યા હતા. આવા 100 જેટલા ખેડૂતોની માહિતી પોલીસ પાસે આવી ચૂકી છે. આ સંખ્યા વધવાની શક્યતા છે. આ ઉપરાંત ડાંગના કેટલાક વેપારીઓ પણ આ ટોળકીનો શિકાર બન્યા છે. જે વેપારીઓને રૂ. એકથી દોઢ લાખનું રોકાણ કરવામાં આવે તો બે ત્રણ મહિનામાં 20 ટકા વળતર આપવામાં આવશે તેવી લાલચ આપી હતી. આ રીતે બોગ બનનારા ચાર વેપારીઓએ પોલીસનો સંપર્ક કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત આઠેક બેંક એકાઉન્ટમાંથી મોટી રકમ જમા કરાવ્યા બાદ ઉપાડી લેવામાં આવી છે. આ નાણાં કોની પાસે ગયા? એ મુદ્દે પણ હાલ તપાસ ચાલી રહી હોવાનું ડાંગના એએસપી અજિત રાજિયાણે જણાવ્યું હતું.

ડાંગ પોલીસને વડોદરા જિલ્લામાંથી એક અરજી મળી છે. જેમાં જણાવ્યું છે કે ભાવેશ્રીએ પોતે ડોક્ટર હોવાની ઓળખ આપી ફીટનેશ માટે કેમ્પ કરવાનું કહી અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાનો ઉલ્લેખ છે.