મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ બીસીસીઆઈ (ભારતીય ક્રિટેક કન્ટ્રોલ બોર્ડ)એ ક્રિકેટર્સ માટે સખ્ત નિર્ણય લીધો છે, ઈન્ડિયન ક્રિકેટર્સની વાઈફ, ગર્લફ્રેન્ડ અથવા ફેમિલીના રહેવા-ખાવાના ખર્ચા હવે બીસીસીઆઈ નહીં ઉઠાવે. બીસીસીઆઈએ સુપ્રિમ કોર્ટના સંચાલન હેઠળની કમિટી એટલે કે સીઓએને ટૂર દરમિયાનના ક્રિકેટર્સના વાઈફ અને ગર્લફ્રેન્ડ માટે અલગ મેનેજર નિમવાની રજૂઆત કરી છે.

બીસીસીઆઈના પ્રમાણે તેમની જવાબદારી માત્ર ક્રિકેટર્સની સંભાળ લેવાથી છે, ના કે તેમના પરિવારની. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, મેનેજર માત્ર ટીમ માટે જ હશે અન્ય કામ માટે નહીં. બીસીસીઆઈએ કેપટાઉનમાં અલગથી ક્રિકેટર્સની પત્નીઓ માટે વ્યવસ્થા કરવા મયંક પરિખની નિમણૂક કરી હતી જોકે 3 જાન્યુઆરીએ સીઓએના વડા વિનોદ રાયે આ પ્લાનને ફગાવ્યો હતો અને કહ્યું કે, કોઈ વધારાના મેનેજરની જરૂર નથી કેમકે રૂષિકેશ ઉપાધ્યાય નામના મેનેજર પહેલાથી જ ટીમના સભ્યો અને તેમની જરૂરિયાતોની દેખરેખ રાખે છે.

વધુમાં મળતી માહિતી મુજબ, બોર્ડે ક્રિકેટર્સના વાઈફ-ગર્લફ્રેન્ડ કે પરિવારને દ.આફ્રિકામાં માત્ર બે જ અઠવાડિયા રોકાવાની મંજુરી આપી હતી. અત્યારે દ.આફ્રિકાની ટૂરમાં મોટાભાગના ક્રિકેટર્સ જેમકે, કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, ભુવનેશ્વર, મુરલી વિજય, રહાણે અને રિદ્ધિમાન સાહા સાથે તેમની પત્નીઓ પણ હાજર છે. તે તમામના ખર્ચ અંગે આ નિર્ણય લેવાયો છે.