મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના વાર્ષીક કરારમાં અંદાજીત 1300 ટકાનો ઉછાળો મેળવનાર ટીમ ઈન્ડિયાના બેટ્સમેન શિખર ધવનએ કહ્યું છે કે તેમને આ ઈનામ ગત એક વર્ષમાં કરાયેલા સારા પ્રદર્શનના કારણે મળ્યું છે. ધવનના વનડે અને ટી20 સીરીઝમાં ભારતની જીત માટે મહત્વની ભૂમિકા ભજવી છે.

ધવન હજુ સુધી એક માત્ર એવો ભરતીય ક્રિકેટર છે જેના પગારમાં બીસીસીઆઈને 1300 ટકાનો વધારો કર્યો છે.

એનડીટીવી અનુસાર ધવને કહ્યું કે, ગત સીઝનમાં મેં ખરેખર સારું કર્યું. હું ભારતીય ટીમ માટે સારુ કરી રહ્યો છું અને ત્રણે ફોર્મેટ માટે રમી રહ્યો છું. આ જ કારણ રહ્યું છે કે બીસીસીઆઈએ મારું પ્રમોશન સી કેટેગરીથી એ પ્લસ કરી દીધું છે. હું પહેલા વિચારી રહ્યો હતો કે મને કેટલું મળશે પણ હવે રિઝલ્ટ જોઈને ખુશ છું.

ઉલ્લેખનીય છે કે ધવનને હાલમાં શ્રીલંકામાં ખતમ થયેલા નિદાહાસ ટ્રોફીમાં ત્રીજા સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન રહ્યો છે. આ ટૂર્નામેન્ટમાં તેણે એક સદી અને એક અડધી સદી ફટકારી હતી.

ધવન ગત કેટલાક મહિનાઓમાં ભારતીય ટેસ્ટ ટીમનો પણ સતત હિસ્સો રહ્યો હતો. દક્ષિણ આફ્રીકાના પ્રવાસ પર ધવને કહ્યું, અમે દક્ષિણ આફ્રીકામાં સારી ક્રિકેટ રમી અને રિઝલ્ટથી અમે ખુશ છીએ. આખરમાં અમે વનડે અને ટી 20 સીરીઝ જીતવામાં સફળ રહ્યો છે.

ધવને ઈંગલેન્ડની તૈયારી અંગે કહ્યું કે, આઈપીએલ બાદ અમે અફઘાનિસ્તાનના વિરુદ્ધ ટેસ્ટ મેચ રમવાની છે. તેથી આ ટેસ્ટ મેચ રમવાની છે. તેથી આ મામલે બીસીસીઆઈને નિર્ણય લેવાનો છે. ટીમ મેનેજ પહેલા બીસીસીઆઈથી આ મામલામાં વાત કરી ચુક્યા છે. મને વિશ્વાસ છે કે ઈંગલેન્ડના સામેની સરીઝ માટે સારી તૈયારીઓને લઈને બીસીસીઆઈ અમારા અંગે નિર્ણય લેશે.