મેરાન્યઝ નેટવર્ક.બાયડઃ અત્યારના સમયમાં મોબાઈલ એક જીવન જરૂરિયાત વસ્તુ છે અને મોબાઈલ વપરાશ સાથે મોબાઈલ બ્લાસ્ટ થવાના કિસ્સાઓ પણ અવારનવાર સામે આવી રહ્યા છે. ત્યારે બાલાસિનોર તાલુકાના ધામેલ આ ગામે મોબાઈલ ચાર્જિંગમાં મૂકી ગેમ રમતા અચાનક મોબાઈલ ફાટતા કિશોરના હાથના ચારે ટેરવા છુંદાઈ ગયા હતા. જયારે કિશોરને ઇમર્જન્સી બાયડની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે કિશોર ના હાથનું ઓપરેશન કરનાર ડો દીપેનભાઈ પંચાલે જણાવ્યું કે બ્લાસ્ટના કારણે કિશોરને ઇજાઓ થઇ સ્પષ્ટ જોવાય છે. કિશોર નું ઓપરેશન કરી તેને રજા આપી દેવામાં આવશે તેવું જણાવ્યું હતું.

Advertisement


 

 

 

 

 

આ ઘટનામાં એક 14 વર્ષિય યુવક કે જે ધોરણ 7માં અભ્યાસ કરે છે તે દિવાળીની રજાઓમાં ઘરે અહીં બાયડ આવ્યો હતો. દરમિયાન તે તેની પાસે રહેલા સ્માર્ટફોનમાં ગેમ્સ રમતો રહેતો હતો. તેના પિતા જ્યારે ખેતરમાં હતા ત્યારે તેમના પડોશી દોડતા આવ્યા અને કહ્યું કે તમારા ઘરે ધડાકો થયો છે. તમારા પુત્રના હાથમાંથી લોહી નીકળે છે ઘણું વાગ્યું છે. આ પુત્ર મુકબધીર છે. તેથી પુત્રની ચિંતામાં પિતાએ ઘર તરફ દોટ મુકી જ્યાં જઈને જોયું તો તેને ઘણું વાગ્યું હતું. આંગળીઓ છુંદાઈ ગઈ હતી. તેણે પિતાને ઈશારાથી વાત કરી તે પ્રમાણે મોબાઈલ ફોન ચાર્જીંગમાં મુકી ગેમ રતો હતો ત્યારે ફોનમાં ધડાકો થયો અને તેની આંગળીઓના ટેરવા છુંદાઈ ગયા.

તેને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં તેનું હાથનું ઓપરેશન કરારા તબીબનું કહેવું છે કે, બ્લાસ્ટના કારણે છોકરાને ડાબા હાથ પર ઈજાઓ થઈ છે. બ્લાસ્ટના કારણે આવી ઈજાઓ થતી હોય છે, પડવાથી કે વાગવાથી આ પ્રકારની ઈજાઓ શક્ય નથી. બળવાના કારણે પણ તે દાઝ્યો છે. હાલ કિશોરને રજા આપી દેવાઈ છે.