મેરાન્યઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી જીલ્લાના પ્રજાજનો મિશ્ર ઋતુમાં બીમારીમાં સતત પટકાતા ઘેર ઘેર માંદગીના ખાટલા મંડાયા છે. અરવલ્લી જીલ્લાના પ્રજાજનો સ્વાઈનફ્લુ સહીત વાયરલ બીમારીના અજગરી ભરડામાં સપડાતા વાયરલ અને મચ્છરજન્ય બીમારીમાં જીલ્લા આરોગ્ય તંત્રની ઘોર બેદરકારી બહાર આવી રહી છે. જીલ્લામાં સર્વેની કામગીરી કાગળ પર હોય તેવો અહેસાસ જીલ્લાના પ્રજાજનો અહેસાસ અનુભવી રહ્યા છે. જીલ્લામાં ૩ સ્વાઇનફલૂથી મોત અને ૭૫ અધધ કેસથી ભયના ઓથાર નીચે પ્રજાજનો જીવી રહ્યા છે.

બાયડ તાલુકાના બોરલ ગામની સગર્ભા મહિલા પ્રસૂતાના અંતિમ દિવસોમાં સ્વાઈનફ્લૂની ઝપેટમાં સપડાતા બાયડની ખાનગી હોસ્પિટલમાં તબીબે સધન સારવાર હાથધરી હતી. મહિલાના ગર્ભમાં રહેલા બાળકનું મોત નિપજતા અને મહિલાની તબિયત લથડતા મહિલાને પરિવારજનોએ તાબડતોડ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાતા રવિવારે સવારે મહિલાને પણ સ્વાઇનફલૂ ભરખી જતા પરિવારજનોw સહીત જીલ્લાવાસીઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા “ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા” મારવા જેવી કામગીરી કરી મહિલાના પરિવારજનો અને અસરગ્રસ્ત વિસ્તારમાં જરૂરી સર્વેલન્સની કામગીરી હાથધરી હતી અરવલ્લી જીલ્લામાં ૩ લોકોને સ્વાઇનફલૂ ભરખી જતા અને ૪૮ કલાકમાં ૪ પોઝિટીવ કેસ સાથે ૧૫થી વધુ સ્વાઇનફલૂ નામની બીમારીની અસર જણાતા જીલ્લામાં સ્વાઇનફલૂ નામની બીમારી તાંડવ મચાવે તે પહેલા જીલ્લા આરોગ્ય વિભાગ સફાળું જાગે તે ખુબ જરૂરી બની રહ્યું છે.

અરવલ્લી જીલ્લા મોડાસા શહેરમાં સ્વાઇનફલૂ સહીત તાવ, શરદી, ખાંસી અને ટાઇફોઇડ સહિતની બીમારીઓમાં સપડાતા પ્રજાજનોમાં હાહાકાર મચ્યો છે. થોડા દિવસોમાં જ અરવલ્લી જીલ્લાના પ્રજાજનોના ઘર ઘર સુધી પ્રસરેલી બીમારીથી તોબા પોકારી ઉઠ્યા છે. બીજી બાજુ જીલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ, તબીબો અને કર્મચારીઓ દેખાવ પૂરતી કામગીરી કરતા હોવાની અનેક બૂમો ઉઠી રહી છે.

જીલ્લામાં સ્વાઇન ફલૂના અધધ શંકાસ્પદ અને ૭૫થી વધુ સ્વાઇનફલૂ અસરગ્રસ્ત પોઝિટીવ કેસ નોંધાયા હોવાની માહિતી આરોગ્ય વિભાગના સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થતા જીલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓ અને તબીબો સામે તેમની કામગીરી અંગે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.