મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: એક તરફ આ વર્ષે ચોમાસામાં ઓછા વરસાદને કારણે ઉત્તર ગુજરાતમાં ખેડૂતો પોતાના પાકને બચાવવા કેનાલના પાણી પર નિર્ભર બન્યા છે. ત્યારે કેનાલમાં જ ગાબડુ પડતા હવે ખેતીને નુકશાન થવાની ઘટના બનાસકાંઠાના સુઇગામમાં બની છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ હોવાને કારણે સરકારના આદેશથી ખેડૂતોનો પાક બચાવવા માટે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. પરંતુ આજ રોજ બનાસકાંઠાના સુઇગામની બેણપ માઇનોર કેનાલમાં 15 ફૂટ જેટલુ ગાબડુ પડતા કેનાલના પાણી ખેડૂતોના ખેતરોમાં ઘુસી જતા પાકને નુકશાન થવા પામ્યું છે. એક તરફ ખેડૂત ઓછા વરસાદથી પરેશાન છે ત્યારે હવે કેનાલનુ પાણી પણ આ ખેડૂતોને ફાયદાને બદલે નુકશાન પહોંચાડી રહ્યું છે.