મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ હવે ભારત બોલશે, સિમ કાર્ડ બાદ બાબા રામદેવે લોન્ચ કરી મેસેજિંગ એપ KIMBHO, વ્હોટ્સેપને મળશે ટક્કર... આપણું #સ્વદેશી મેસેજિંગ પ્લેટફોર્મ. ગૂગલ પ્લે સ્ટોરથી સીધી જ ડાઉનલોડ કરો... પતંજલિના પ્રવક્તાએ આવું ટ્વીટ કર્યું. 30 મે, 2018એ, બાબા રામદેવની કંપની પતંજલિએ કિમ્ભો નામની એક મેસેજિંગ એપ લોન્ચ કરી છે. કિમ્ભોને વ્હોટ્સએપને ટક્કર આપવા માટે સ્વદેશની વિકલ્પના રૂપમાં દર્શાવાઈ છે, જે પતંજલિ ઉત્પાદનોના રાષ્ટ્રવાદી બ્રાન્ડિંગના અનુરૂપ છે.

જોકે, થોડા જ સમયમાં આ એપ સોશ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ હતી. એવો આરોપ લગાવાયો હતો કે બાબા રામદેવએ ‘બોલો મેસેંજર’ નામની એક મેસેજિંગ એપની બસ રિબ્રાન્ડિંગ કરી છે, જેને અમેરિકાના કેલિફોર્નિયાના ફ્રેમોંટમાં સ્ટાર્ટઅપ દ્વારા વિકસિત કરાઈ હતી. તેને સ્વદેશી એપનું રૂપ આપીને લોન્ચ કરી દેવાઈ હતી.

શું કિમ્ભોને ફ્રેમોંટ, કેલિફોર્નિયામાં ડેવલપ કરાઈ હતી? આ દાવા પાછળનું સત્ય શું છે? એલ્ટ ન્યૂઝએ આ દાવાની તપાસ કરવાનો નિર્ણય કર્યો.

સોશ્યલ મીડિયા પર કરાયેલા આ દાવાનું તથ્ય-તપાસ માટે તેમણે ગૂગલ પ્લે એન્ડ્રોઈટને કિમ્ભો એપ ઈન્સ્ટોલ કરવાના પ્રયત્ન કર્યા તો તેમને ખબર પડી કે હવે ગૂગલ પ્લે સ્ટોરથી તેને હટાવી દેવાઈ છે. જોકે, તેને હજુ સુધી એપ્પલ સ્ટોરથી ડાઉનલોડ કરી શકાય છે. એપ ઈન્સ્ટોલ કરતાં જ તેમને જાણ્યું કે ‘બોલો’ શબ્દ ઘણી એપના સ્ક્રીન પર હતો, જેનો મતલબ એ થઈ શકે છે કે કિમ્ભો પહેલાથી જ રહેલી એપ ‘બોલો ચેટ’નું પરિવર્તિત રૂપ છે.

તે પછી તેમણે કિમ્ભો (www.kimbho.com) ની વેબસાઈટને જોઈ. તેમાંથી ખબર પડી કે આ વેબસાઈટ હવે હટાવી લેવામાં આવી છે જોકે ગૂગલના માધ્યમથી વેબસાઈટ કેશ સંસ્કરણ સુધી પહોંચવામાં સક્ષમ હતી. જેનો બેકઅપ અહીં દેખાઈ શકાય છે.

વેબસાઈટમાં કિમ્ભો દ્વારા પોસ્ટ કરાયેલ એપના સ્ક્રિન શોટ ઈન્ટરફેંસ પર બોલો ટીમ શબ્દ પણ દેખાય છે. તેવી જ રીતે સ્ક્રીન શોટને ઓફિશ્યલ કિમ્ભો ટ્વીટર એકાઉન્ટથી પણ પોસ્ટ કરાયો હતો.

કિમ્ભો વેબસાઈટ પર સોશ્યલ મીડિયા લિંક ફેસબુક, ટ્વીટર અને સંપર્ક લિંકને મુકવામાં આવી છે તેના પણ જાણવા મળ્યું કે આ ત્રણ યૂઈઆરએલ સાથે જોડાયેલી છે.

  1. ફેસબુકઃ https://www.facebook.com/bolo.chat
  2. ટ્વીટરઃ https://twitter.com/bolochatapp
  3. કોન્ટેક્ટઃ hi@bolo.chat

બોલો ચેટના ફેસબુક પેજ ઓલ્ટ ન્યૂઝના અંગ્રેજી લેખ બાદમાં ડિલીટ કરી દેવાયા હતા. પણ તેનો બેકઅપ અહીં જોઈ શકાય છે. ટ્વીટર પર બોલો ચેટનું લોન્ચિંગની જાહેરાત 18 ડિસેમ્બર 2015એ કરાઈ હતી.

ફેસબુક પેજ પર એક વેબસાઈટ www.bolo.chat પણ સૂચીબદ્ધ છે. આ વેબસાઈટ હવે ઉપલબ્ધ નથી. જોકે bolo.chat ગૂગલ કરવાથી, તેને જુના બોલો એપ અને પતંજલિ વચ્ચે લિંક એક વાર ફરિ જોઈ શકાય છે.

તેઓ એન્ડ્રોઈડ એપ પર બોલો ચેટથી સંબંધિત પેજ સુધી પહોંચવા માટે સક્ષમ હતા, જેને હવે હટાવી લેવાઈ છે. તેનું કૈશ સંસ્કરણ સ્ક્રીન શોટમાં જોઈ શકાય છે. તે પેજને સ્પષ્ટ રીતે બતાવ્યું કે બોલો ચેટ એપ પતંજલિએ લઈ લીધી છે.

તમામ સબૂત સ્પષ્ટ રૂપે દર્શાવે છે કે બાબા રામદેવની પતંજલિએ બોલો ચેટ નામની પહેલાથી જ હાજર એપને ફરીથી ફક્ત રિબ્રાન્ડિંગ કરીને સ્વદેશ કિમ્ભો એપના નામે રજૂ કરી છે. આ ખબર લગાવવા માટે કે શું આ એપ ખરેખરમાં સ્વદેશી છે કે નહીં, ઓલ્ટ ન્યૂઝએ બોલો ચેટ એપથી સંબંધિત જાણકારીની માહિતી મેળવવા માટેનો નિર્ણય કર્યો. એપ્પલ એપ સ્ટોર પર તે જોઈ શકાયું છે કે કિમ્ભો એપના વિક્રેતા ‘Appdios Inc’ નામની કંપની છે.

તેમણે લિંક્ડઈન પ્રોફાઈલ દ્વારા ‘Appdios Inc’ ના સંસ્થાપક સુમિત કુમાર અને અદિતિ કમલની જાણકારી મેળવાના પ્રયત્ન કર્યા, ખરેખરમાં, લિંક્ડઈન  પર સુમિત કુમારની ડિસ્પ્લે પિક્ચર બોલો ચેટના પ્રયારમાં ઉપયોગમાં લેવઈ રહી હતી. સુમિત કુમારની લિંક્ડઈન પ્રોફાઈલમાં આ કહેવાયું છે કે આ બોલો ચેટના સંસ્થાપક છે.

તેમના પ્રોફાઈલના અનુસાર Appdios Incના બંને સંસ્થાપક હાલ કેલિફોર્નિયાના સૈન ફ્રાન્સિસ્કોમાં રહે છે અને હાલ ક્રમશઃ હાઈક અને ગુગલના માટે કામ કરી રહ્યા છે.

તેમણે જાણ્યું કે Appdios Inc કંપની ફ્રેમોંટ, કેલિફોર્નિયામાં રજિસ્ટર છે અને સુમિત કુમાર તેના અધ્યક્ષ છે.

રસપ્રદ રીતે એ પણ જાણવા મળ્યું કે Appdios Inc કેલિફોર્નિયાના રાજ્ય સચિવની વેબસાઈટ મુજબ તે કંપનીને બંધ કરી દેવાઈ છે. Appdios Inc દ્વારા જાહેર કરાઈ કે અંતિમ નિવેદન 3 ઓગસ્ટ 2016એ હતું. જ્યારે બોલો ચેટ એપ ડિસેમ્બરમાં લોન્ચ કરાઈ હતી.

ઓલ્ટ ન્યૂઝના અંગ્રેજી લેખ બાદ પતંજલિ પ્રવક્તાએ ટ્વીટ કર્યું હતું કે, #પતંજલિ એ #કિમ્ભો એપ માત્ર 1 દિવસ માટે પ્લે સ્ટોર પર ટ્રાયલ પર મુકી હતી. અને એક ટ્વીટમાં તેમણે કહ્યું કે આ હજુ ડાઉનલોડ માટે ઉપલબ્ધ નથી.

થોડા જ વર્ષોમાં બાબા રામદેવની પતંજલિએ ગ્રાહકો વસ્તુઓના ઉદ્યોગમાં એક જગ્યા બનાવી છે જે યોગગુરુની છબી પર એમએનસી ઉત્પાદનો પર સ્વદેશી કે દેશમાં બનેલા ઉત્પાદકોનો ઉપયોગ કરીવા માટે પ્રચાર પર નિર્ભર છે. ફાસ્ટ વધતા એક બજારમાં પતંજલિના સ્વદેશી ની અપીલ એક સફળ વેપારની રણનીતિ રહી છે. એવા પરિદ્રશ્યમાં ફ્રેમોંટ, યૂએસએ સ્થિત કંપની દ્વારા બનાવાયેલી એક બે વર્ષ જુની એપને સ્વદેશીના રૂપમાં પ્રદર્શિત કરવી ફ્કત શરમજનક નહીં પણ ખોટી દીશા બનાવનાર પણ છે.