મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ દેશની ઝડપથી વધી રહેલી FMCG (ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યૂમર ગુડ્સ) કંપનીઓમાં શામેલ પતંજલિને ઝાટકો લાગ્યો છે. કંપનીએ કહ્યું કે, ગત નાણાકીય વર્ષમાં કંપનીના વેચાણમાં ખાસ નફો થયો નથી. લાઈવમિંટ ડોટ કોમની એક રિપોર્ટ મુજબ કંપનીના એમડી આચાર્ય બાલકૃષ્ણએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, અમે ગત વર્ષે ખાતા બંધ કરી દીધા છે અને કંપનીની આવક લગભગ તે જ છે જ્યાં ગત વર્ષે હતી. ઉલ્લેખનીય છે કે 4 મે 2017એ પતંજલિ ગ્રુપના સંસ્થાપક બાબા રામદેવે કહ્યું હતું કે, કંપનીનું રાજસ્વ દર વર્ષે બમણું થઈ જશે અને માર્ચ 2018 સુધી તે 20 હજાર કરોડ સુધી પહોંચી જશે. તે સાથે પતંજલિ 31 માર્ચ 2019 સુધી ભારતની સૌથી મોટી પેકેજ ગુડ્ઝ કંપની હિન્દુસ્તાન યુનિલિવરને પાછળ છોડી દેશે. જોકે હકીકતમાં તેવું નથી દેખાઈ રહ્યું.

આચાર્ય બાલકૃષ્ણએ કહ્યું કે નોટબંધી અને જીએસટીને લાગુ થયાનો પ્રભાવ પડ્યો જેને કારણે કંપનીની ગ્રોથ પર અસર પડી છે. જોકે તેમણે કહ્યું કે પતંજલિ આવતા વર્ષે સારો બિઝનેસ કરશે. તેમમે કહ્યું કે, તે ઉપરાંત વર્ષ દરમિયાન અમે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સપ્લાય ચેનને વિકસિત કરવામાં પોતાની શક્તિ લગાવી, આ વર્ષે ફક્ત અમે કમાણી વધારવા પર જોર આપ્યું નથી પણ સિસ્ટમ વિકસિત કરવા પર પણ અમારું ધ્યાન હતું.

ઉલ્લેખનીય છે કે 31 માર્ચ 2017ને પુર્ણ થતા નાણાકીય વર્ષમાં પતંજલિએ 10561 કરોડની કમાણી કરી હતી. પતંજલિનો આ આંકલો 2016ની તુલનામાં બે ગણો હતો. ઉલ્લેખનીય છે કે પતંજલીના આંકડા એટલે પણ મહત્વના છે કે તેના સમયમાં બીજી પૈકેજ ગુડ્ઝ વેચનાર કંપનીઓએ પોતાના બિઝનેસમાં વધારો નિર્ધારિત કર્યો છે. હિન્દુસ્તાન યુનિલિવરએ 31 માર્ચે પુર્ણ થયેલા નાણાકીય વર્ષમાં પોતાના વેચાણમાં 2.2 ટકાનો વધારો નોંધ્યો છે. જ્યારે નેસ્લે ઈન્ડિયાએ 2018માં પોતાની પ્રોડક્ટ્સના વેચાણમાં 10.5 ટકા વધારાની નોંધ  કરી છે. જ્યારે કોલકત્તાની કંપની આઈટીસીએ પોતાના વેચારણમાં 11.3 ટકાનો નફો નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે પતંજલીના પ્રોડક્ની ગત વર્ષોમાં ગ્રાહકોમાં ઘણી લોકપ્રિયતા જોવા મળી હીત. બાબા રામદેવ પોતાની કંપનીને ઘણા પ્રોડક્ટનો ખુદ પ્રચાર કરતા નજરે પડ્યા હતા.