મેરાન્યૂઝ નેટવર્ક.મેલબોર્નઃ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ)એ આજે પૃષ્ટી કરી કે આ વર્ષના આખરમાં ભારત સામે એડિલેડમાં થનાર ટેસ્ટ મેચ ડે-નાઈટ નહીં હોય કારણ ભારતીય બોર્ડ ગુલાબી બોલથી મેચ રમવા તૈયાર નથી. વર્તમાનમાં આઈસીસીના ખેલની પરિસ્થિતિઓના અનુસાર ડે-નાઈટ ટેસ્ટ મેચના આયોજનમાં મહેમાન બોર્ડની સહમતી હોવી જરૂરી છે. બીસીસીઆઈના કાર્યવાહક સચિવ અમિતાભ ચૌધરીએ સીએને પત્ર લખીને કહ્યું કે ભારત હાલ ગુલાબી બોલથી રમવા માટે તૈયાર નથી અને તે એડિલેડ ટેસ્ટને પરંપરાગત લાલ બોલથી રમવાની પ્રાથમિકતા આપશે.

સીએના પ્રવક્તાએ કહ્યું કે, અમે તે બાબતની પૃષ્ટી કરીએ છીએ કે અમને ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીબીઆઈ)એ કહ્યું છે કે તે આ ઉનાળામાં એડિલેડમાં પ્રસ્તાવિત ડે-નાઈટ ટેસ્ટ મેચમાં રમવા માટે તૈયાર નથી. અમે જાણીએ છીએ કે એડિલેડના કેટલાક પ્રશંસક નિરાશ થઈ શકે તેમ છે. અમને ખબર છે કે આ ટેસ્ટ કેટલી લોકપ્રિય છે અને અમે ડિસેમ્બરમાં ભારતની મિજબાની કરવા તૈયાર છીએ.

તેમણે ઉમેર્યું કે, અમે ટેસ્ટ ક્રિકેટને આગળ વધારવા માટે ઉનાળામાં ઓછામાં ઓછી ડે-નાઈટ ટેસ્ટ મેચની મિજબાની કરવા માટે પ્રતિબદ્ધ છે અને અમે શ્રીલંકાની વિરુદ્ધ જાન્યુઆરીમાં ગાબામાં ડે-નાઈટ ટેસ્ટ મેચના આયોજનને લઈને ઉત્સાહિત છે. ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી પોતાની જમીન પર ચાર ડે-નાઈટ મેચ રમ્યા છે અને તે તમામમાં તેને જીત મળી છે. તેણે આ પ્રકારની પહેલી મેચ ન્યૂઝિલેન્ડ સામે 2015માં એડિલેડમાં રમી હતી.