મેરાન્યૂઝ નેટવર્ક.શ્રીનગરઃ જમ્મુ કશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલામાં 47 જેટલા જવાનો શહીદ થયા છે. ગુરુવારે બનેલી આ ઘટનામાં અનેક જવાનો ઘાયલ પણ થયા છે. આ આતંકી હુમલાની જવાબદારી આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદે લીધી છે. આ દરમિયાન જૈશ-એ-મોહમ્મદે આપી હતી.
જૈશ-એ-મોહમ્મદનો એક આતંકી ખુલ્લે આમ હુમલાની ધમકી આપી રહ્યો છે. આ ઓડિયો 5 ફેબ્રુઆરીનો છે જ્યારે પાકિસ્તાનમાં કશ્મીર દિવસ કાર્યક્રમ હોવાનું કહેવાઈ રહ્યું છે. પાકિસ્તાનમાં 5 ફેબ્રુઆરીએ ઘણા આતંકી સંગઠનો અને રાજકીય દળો કશ્મીર દિવસ ઉજવે છે. આ ઉજવણી વખતે જૈશ-એ-મોહમ્મદનો એક આતંકી કશ્મીર, દિલ્હી અને ગુજરાત સહિત દેશને હચમચાવી દેવાની ધમકી ઉચ્ચારી રહ્યો હતો.

એવું માનવામાં આવી રહ્યું છે કે, ઓડિયોમાં જે આતંકીનો અવાજ છે તે જૈશ-એ-મોહમ્મદનો પ્રમુખ મસૂદ અઝહરનો નજીકનો છે. તે આતંકી ઓડિયોમાં કહે છે કે, લડાઈ ફક્ત કશ્મીર સુધી જ નથી પણ દિલ્હી અને ગુજરાત પણ પહોંચશે, ગુજરાતના મુસલમાનોને ન્યાય અપાવવાનો છે.

પુલવામા આતંકી હુમલાને અંજામ આપનાર એક સ્થાનિક આતંકી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ આતંકીનું નામ આદિલ અહમદ ઉર્ફે વકાસ કમાન્ડો છે. જૈશ-એ-મોહમ્મદે સ્થાનિક ન્યૂઝ એજન્સીને આપેલા એક નિવેદનમાં આની જાણકારી આપી હતી. આદિલ અહમદ પુલવામાના ગુંડઈ બાગનો નિવાસી છે. તેની તસવીર પણ સામે આવી છે. જેમાં તે પોતાને જૈશ-એ-મોહમ્મદનો કમાન્ડર બતાવી રહ્યો છે અને લખ્યું છે કે, ગીન રખા હૈ અપન લહૂ કા હર કતરા હમને, ન બક્ષે હમારે શહીદ હમે, જો હમને તુમકો એક એક કતરા ગિનવાયા નહીં-  જાહિદ બિન તહકા.