મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: દલિત નેતા અને વડગામ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર જીગ્નેશ મેવાણી પર આજે કથિત રીતે ભાજપના કાર્યકરોએ હુમલો કર્યા હોવાની ઘટના બની છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આજે જીગ્નેશ મેવાણી જ્યારે તકરવાડા ગામમાં પ્રચાર કરી રહ્યાં હતા ત્યારે તેમની ગાડી અને કાફલા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જો કે આ ઘટનામાં જીગ્નેશ મેવાણીને ઇજા થઇ નથી. જીજ્ઞેશ મેવાણીએ આ હુમલા અંગે ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે, આજે મારા પર ભાજપના લોકોએ તકરવાડા ગામમાં હુમલો કરાવ્યો, ભાજપ ભયભીત થઇ ગયુ છે એટલે આવી હરકત કરી રહ્યું છે. પરંતુ હું તો એક આંદોલનકારી છું, ન ડરીશ ન તો ઝુંકીશ પણ ભાજપને તો જરૂર હરાવી.

સૂત્રોના જણાવાયા અનુસાર ગામના ચૌધરી સમાજ દ્વારા જીજ્ઞેશના ગામમાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવાયો હતો જ્યારે ઠાકોર સમાજ દ્વારા જીજ્ઞેશના સમર્થમાં તેની રેલી યોજાઇ હતી. જ્યાર બાદ ઘર્ષણ સર્જાયુ હતું અને આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થયો હોવાનું જાણવા મળ્યુ છે.