મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય કોર્ટ ઓફ જસ્ટીસના જજના પદ ઉપર દલબીર ભંડારીની ફરી એકવાર નિયુક્તિ થઇ છે. જે આંતરરાષ્ટ્રીય કુટનૈતિક જગતમાં ભારતની એક વધુ સિદ્ધિને સાબિત કરે છે. જજની છેલ્લી સીટ માટે ભારતના ભંડારી અને બ્રિટનના દાવેદાર ગ્રીનવુડ વચ્ચે સીધો મુકાબલો હતો. પરંતુ અંતિમ ક્ષણે બ્રિટને પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા ભારતના ભંડારીને આંતરરાષ્ટ્રીય જજ પદ પર તેમની દાવેદારી નોંધાવવાનો માર્ગ ખુલ્લો થયો હતો.

એમ માનવામાં આવતું  હતું કે સુરક્ષા પરિષદના સ્થાયી સભ્યો અમેરિકા, રશિયા, ચીન અને ફ્રાન્સ બ્રિટનની દાવેદારી કરી રહેલા ગ્રીનવુડનું સમર્થન કરશે. કારણકે બ્રિટન સુરક્ષા પરિષદનું પાંચમું સ્થાયી સભ્ય છે.  

ન્યૂયોર્કના સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયની મહાસભામાં યોજાયેલી ચૂંટણીમાં ભંડારીને ૧૯૩મથિ ૧૮૩ વોટ મળ્યા. જયારે સુરક્ષા પરિષદના તમામ ૧૫ મતો મળ્યા હતા. આના પહેલા બ્રિટનના ઉમેદવારે નાટ્યાત્મક રીતે પોતાની ઉમેદવાર તરીકેની દાવેદારી પાછી લઇ લેતા ભંડારીનો રસ્તો સાફ થયો હતો. પાંચ મજબૂત સભ્યો હોવા છતાં ચૂંટણી પહેલા બ્રિટનના સ્થાયી પ્રતિનિધિ મેથ્યુ રાયક્રોફટે લીખિત પત્ર દ્વારા બ્રિટનની દાવેદારી પાછુ ખેચવાનું જણાવ્યું હતું.

આ પહેલા ૧૧ રાઉન્ડની ચૂંટણીમાં ભંડારીને ૨/૩ મતો પ્રાપ્ત થયા હતા પરંતુ સુરક્ષા પરિષદમાં તેઓ ગ્રીન વુડથી ૩ મત પાછળ હતા. જોકે અંતે ભંડારી માટેનો રસ્તો મોકળો થતા આંતર રાષ્ટ્રીય ક્ષેત્રે ભારતે ફરી એકવાર પોતાની કુટનૈતિક ક્ષમતા સાબિત કરી હતી.