મેરાન્યૂઝ નેટવર્ક, જકાર્તા: 18મી એશિયન ગેમ્સના 11મા દિવસે ભારતના અરપિંદર સિંહે પુરુષોની ટ્રિપલ જમ્પ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. જ્યારે બીજી તરફ ભારતની સ્વપ્ના બર્મને વુમન્સ હેપ્ટેથલોન સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે.   

અરપિંદરની ત્રીજી કૂદ (16.77 મીટર)એ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો. ઉઝબેકિસ્તાનના રસલાન કુરબાનોવ (16. 62 મીટર) સિલ્વર મેડલ અને ચીનના શુઓ કાઓ (16.56 મીટર)એ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આમ એશિયન ગેમ્સમાં અરપિંદર સિંહે ભારતને 10મો ગોલ્ડ મેડલ જ્યારે સ્વપ્ના બર્મને ભારતને 11 ગોલ્ડ મેડલ જીતાડ્યો હતો. જ્યારે આજે દુંતી ચંદે 200 મીટર મહિલા દોડમાં સિલ્વર મેડલ જીત્યો. મણિકા બત્રા અને શરત કમલની જોડીએ ટેટે મિક્સ્ડ ડબલ્સનો બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે આ સાથે જ એશિયન ગેમ્સમા ભારત મેડલ ટેબલમાં આઠમાં ક્રમે છે. ભારતે અત્યાર સુધીમાં 11 ગોલ્ડ, 20, સિલ્વર, 23 બ્રોન્ઝ મળી કુલ 54 મેડલ જીત્યા છે. જ્યારે ચીન 101 ગોલ્ડ મેડલ, 66 સિલ્વર મેડલ અને 50 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 217 મેડલ સાથે મેડલ ટેબલમાં પ્રથમ ક્રમે છે. 51 ગોલ્ડ, 47, સિલ્વર અને 63 બ્રોન્ઝ મળી કુલ 161 મેડલ સાથે જાપાન બીજા ક્રમે છે. જ્યારે 37 ગોલ્ડ, 41 સિલ્વર અને 50 બ્રોન્ઝ મળી કુલ 128 મેડલ સાથે રિપબ્લિક ઑફ કોરિયા ત્રીજા સાથે છે.