મેરાન્યૂઝ નેટવર્ક, જકાર્તા: દીપક કુમારે એશિયન ગેમ્સ 2018માં ભારતને ત્રીજો મેડલ અપાવ્યો છે. આજે સોમવારે જકાર્તામાં 30 વર્ષના નિશાનેબાજ દીપક કુમારે 10 મીટર એર રાયફલમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

દીપક 247.7 પોઇન્ટ સાથે બીજા સ્થાન પર રહ્યો જ્યારે ચીનના હોરન યેંગે એશિયન ગેમ્સના રેકોર્ડ 249.1 સાથે ગોલ્ડ મેડલ જીત્યો. ભારતનો જ રવિ કુમાર 205.2 પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર રહ્યો.

ભારત તરફથી રવિ કુમાર અને દીપક કુમારે ફાઇનલમાં સ્થાન મેળવ્યુ હતું. રવિ કુમારે આ પહેલા અપૂર્વી ચંદેલા સાથે મળીને મિક્સ્ડ ડબલ્સ ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતી ભારત માટે 2018ની એશિયન ગેમ્સમાં પ્રથમ મેડલ અપાવ્યો હતો. ક્વોલિફિકેશન રાઉન્ડમાં 626.7 પોઇન્ટ સાથે રવિ ચોથા સ્થાન પર અને દીપક કુમાર 6.26.3ના સ્કોર સાથે પાંચમાં સ્થાને રહ્યો હતો.

દીપક કુમારે એશિયન ગેમ્સમાં પ્રથમ વખત મેડલ હાંસલ કર્યો છે. આ પહેલા ક્વોલિફિમેશનમાં દીપકે પાંચમુ સ્થાન હાંસલ કર્યું હતુ6 જ્યારે રવિ ચોથા સ્થાને રહ્યો હતો. ફાઇનલમાં એક સમયે દીપક બહાર થવાની અણીએ હતો પરંતુ શાનદાર પુનરાગમન કરી સારા પ્રદર્શનને કારણે તાઇવાન લુ શાઓચુઆનને હરાવી બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.