મેરાન્યૂઝ નેટવર્ક, જકાર્તા: એશિયન ગેમ્સમાં ભારતીય પુરુષ હોકી ટીમે આજે હોંગકોંગ ચાઇનાને 26-0થી હરાવી ઇતિહાસ સર્જ્યો છે. એટલું જ નહીં ભારતે 86 વર્ષ જૂનો પોતાનો રિકોર્ડ પણ તોડ્યો. 1932 ઓલિમ્પિકમાં ભારતે યુએઇને 24-1 થી હરાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે મંગળવારે ભારતીય મહિલા હોકીની ટીમે પણ કઝાકિસ્તાનને 21-0 થી હરાવી પુલ બી માં ટોપનું સ્થાન હાંસલ કર્યું હતું.

હોંગકોંગ સામેની મેચમાં ભારતીય પુરુષ હોકી ટીમ તરફથી સૌથી વધુ 5 ગોલ રુપિંદર પાલ સિંગે બનાવ્યા હતા. હરપ્રિત સિંગે 4, આકાશદિપ સિંગે 3, લલિત ઉપાધ્યયે 2, મનપ્રીત સિંગે 2, વરુન કુમારે 2, દિલપ્રિત સિંગે 1, સિમરનજીત સિંગે 1, મનદીપ સિંગે 1, ચિંગલેસાના સિંગે 1, અમિત રોહિદાસે 1, વિવેક સાગરે 1, સુરેન્દ્ર કુમારે 1, સુનિલે 1 ગોલ કર્યો હતો. આમ સમગ્ર ટીમના 14 ખેલાડીઓએ આ મેચમાં ગોલ કરીને એક નવો રેકોર્ડ સર્જ્યો છે.  હવે ભારતીય પુરુષ હોકી ટીમની આગામી મેચ જાપાન સામે આગામી 24 ઓગસ્ટના રોજ યોજાશે. જ્યાર બાદ 28 ઓગસ્ટે શ્રીલંકા સામે પણ મેચ યોજાશે.